ICC Champions Trophy 2025 ની પ્રથમ સેમીફાઈનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 4 વિકેટે હરાવ્યું છે. મંગળવારે ટીમ ઈન્ડિયાએ 48.1 ઓવરમાં 6 વિકેટે 265 રનનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ભારતની આ જીત સાથે એ નક્કી થઈ ગયું છે કે ચેમ્પિયન્સ ટ્રોફીની વર્તમાન સિઝનની ફાઈનલ દુબઈમાં રમાશે. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં મંગળવારે વિરાટ કોહલીએ 98 બોલમાં 84 રનની ઈનિંગ રમી હતી.
Virat Kohli એ Shreyas Iyer સાથે ત્રીજી વિકેટ માટે 111 બોલમાં 91 રનની ભાગીદારી કરી હતી. જે મેચમાં નિર્ણાયક સાબિત થયો હતો. કોહલી સિવાય KL Rahul (42 રન અણનમ), શ્રેયસ અય્યર (45 રન) અને Hardik Pandya (28 રન)એ પણ મહત્વની ઈનિંગ્સ રમી હતી. Mohammad Shami એ 48 રનમાં 3 વિકેટ લીધી હતી. વિરાટ કોહલી મેન ઓફ ધ મેચ રહ્યો હતો.

પ્લેયર ઓફ ધ મેચઃ વિરાટ કોહલી
વિરાટ કોહલીને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. કોહલીએ 98 બોલમાં 84 રનની ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં 5 ચોગ્ગા સામેલ હતા. કોહલી 30 રનના સ્કોર પર બેટિંગ કરવા આવ્યો હતો. તેમણે 3 મોટી ભાગીદારી કરી હતી. તેમણે શ્રેયસ અય્યર સાથે 91 રન, અક્ષર પટેલ સાથે 44 રન અને કેએલ રાહુલ સાથે 47 રન ઉમેર્યા હતા. આ ભાગીદારીએ રનનો પીછો સરળ બનાવ્યો હતો. કોહલી 225 રનના સ્કોર પર આઉટ થયો હતો.
કેએલ રાહુલે 42 રનની અણનમ ઇનિંગ રમી હતી. કોહલી 225 રનના સ્કોર પર આઉટ થયા બાદ તેણે હાર્દિક પંડ્યા સાથે 31 બોલમાં 34 રનની ભાગીદારી કરી અને ટીમને લક્ષ્યની નજીક લઈ ગઈ. ત્યારબાદ Ravindra Jadeja સાથે મળીને ટીમને જીત તરફ દોરી ગઈ. તેણે સિક્સર ફટકારીને ભારતને જીત અપાવી હતી. શ્રેયસ અય્યરે 62 બોલમાં 45 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. તેણે વિરાટ કોહલી સાથે 91 રનની ભાગીદારી કરીને રન ચેઝમાં ભારતીય ઇનિંગ્સને વિઘટિત થતી બચાવી હતી. આ ભાગીદારીએ રનનો પીછો સરળ બનાવ્યો હતો.

આ પણ વાંચો – March 2025 Horoscope: આ લોકોના જીવનમાં પરિવર્તન આવશે
અક્ષર પટેલ 178 રનના સ્કોર પર આઉટ થયા બાદ હાર્દિક પંડ્યા મેદાનમાં આવ્યો હતો. અંતે તેણે 24 બોલમાં 28 રન બનાવ્યા અને ટીમને જીત તરફ દોરી ગઈ. મોહમ્મદ શમીએ ઓસ્ટ્રેલિયાને મોટો સ્કોર કરતા રોકવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે ઓપનર કૂપર કોનોલી (0)ને આઉટ કરીને ઓસ્ટ્રેલિયાને પ્રારંભિક ઝટકો આપ્યો હતો. ત્યાર બાદ ફિફ્ટી બનાવનાર સ્ટીવ સ્મિથ (73 રન) બોલ્ડ થયો હતો. અંતે નાથન એલિસ (10 રન)ને પેવેલિયન મોકલવામાં આવ્યો હતો.