ચીનમાં ફેલાયેલા HMPV Virus ના કેસ હવે ભારતમાં પણ નોંધાયા છે. પણ તમને ચિંતા જરૂર નથી. આ અંગે રાજ્ય સરકારે પણ માર્ગદર્શિકા જાહેર કરી છે. ભારત ચીનની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. ભારતમાં આજે હ્યુમન મેટા ન્યૂમો વાયરસ એટલે HMPVના બે કેસ કર્ણાટકમાં નોંધાયા હતા. હવે આ વાયરસની એન્ટ્રી ગુજરાતમાં પણ થઇ ચૂકી છે. Ahmedabad માં HMPV વાયરસની એન્ટ્રી થઇ છે અને પ્રથમ કેસ ચાંદખેડા વિસ્તારમાંથી સામે આવ્યો છે. હાલમાં આ બે વર્ષનું બાળક સારવાર હેઠળ છે. AMCની ટીમે હોસ્પિટલ પહોંચીને ડોક્ટર પાસેથી માહિતી મેળવી છે. આ સાથે જ ચાંદખેડા CHC માંથી પણ એક ટીમ ઓરેન્જ હોસ્પિટલ પહોંચી છે.
ભારત સરકાર પણ આ વાયરસને લઈને સતર્ક થઈ ગઈ છે. સરકારે HMPV Virus અંગે એડવાઈઝરી પણ જાહેર કરી છે. સરકારે શ્વસન સંબંધી લક્ષણો અને ઈન્ફલ્યૂએન્ઝાના કેસોની નજીકથી દેખરેખ રાખવા સૂચનાઓ આપી છે. યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર, 2001માં નેધરલેન્ડ્સમાં તેની પ્રથમ ઓળખ થઈ હતી. શ્વસન રોગોવાળા બાળકોના નમૂનાઓમાં વાયરસની પુષ્ટિ થઈ હતી. વાયરસથી સંક્રમિત થવા પર દર્દીમાં શરદી અને કોરોના જેવા લક્ષણો જોવા મળે છે… તેની સૌથી વધુ અસર નાના બાળકો અને વૃદ્ધો પર જોવા મળી રહી છે.
HMPV વાયરસના લક્ષણો
વધુ તાવ અને ઉધરસ આવવી
શ્વાસ લેવામાં તકલીફ પડવી
ફેફસામાં ચેપ લાગવો
નાક બંધ થઇ જવું
ગળામાં ઘરઘરાટી આવવી
આ પણ વાંચો – હજારો જવાબો સે અચ્છી હૈ મેરી ખામોશી: Manmohan Singh
શું કરવું (Do’s):
- જ્યારે ઉધરસ અથવા છીંક આવે ત્યારે મોઢું અને નાક રૂમાલ અથવા ટિશ્યૂથી ઢાંકવા
- નિયમિત હાથ સાબુથી ધોવાં કે સેનેટાઈઝરનો ઉપયોગ કરવો
- ભીડભાડવાળા સ્થળોથી દૂર રહેવું
- ફલૂથી પીડિત વ્યક્તિઓથી ઓછામાં ઓછું એક હાથનું અંતર રાખવું
- વધુ પાણી પીવું અને પૌષ્ટિક ખોરાક ખાવો
- પ્રબળ પ્રતિરોધક શક્તિ માટે પૂરતી ઊંઘ લેવી
શું ના કરવું (Don’ts):
- આવશ્યક ના હોય તો આંખ, નાક કે મોઢાને સ્પર્શ કરવો નહિ
- ચેપ ગ્રરત વ્યક્તિએ વ્યક્તિગત ચીજવસ્તુઓ બીજા વ્યક્તિના સંપર્કમાં કે ઉપયોગમાં ના આવે તેનું ધ્યાન રાખવું
- ડૉક્ટરની સલાહ વિના દવા લેવાનું ટાળવું
- લક્ષણોમાં વધારો દેખાય તો આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવો.
આપ ગભરાશો નહિ, સાવચેતી એ જ સલામતી. એટલા આ માર્ગદર્શિકાનું અવશ્ય પાલન કરજો.