Hardik-Natasa અલગ થઈ ગયા છે. હાર્દિકે તેની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર આ માહિતી આપી છે. તેણે કહ્યું કે હવે તે અને નતાશા સાથે મળીને તેમના પુત્ર અગસ્ત્યને દરેક ખુશી આપવાનો પ્રયાસ કરશે. હાર્દિકે લખ્યું- 4 વર્ષ સાથે રહ્યા બાદ નતાશા અને મેં સાથે અલગ થવાનો નિર્ણય લીધો છે. અમે સાથે મળીને ખૂબ પ્રયાસ કર્યો અને બધું આપ્યું. હવે અમને લાગે છે કે અમારા બંને માટે અલગ થવું સારું છે.

Hardik-Natasa વચ્ચે છૂટાછેડાના સમાચાર ઘણા દિવસોથી આવી રહ્યા હતા. વર્લ્ડકપ જીતવા છતાં નતાશાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જીતની એક પણ પોસ્ટ કરી નથી. જોકે તેણે તાજેતરમાં એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કર્યું હતું, જેમાં સૂટકેસ અને ઘરની તસવીર હતી. આ પોસ્ટ દ્વારા તેણે સર્બિયામાં પોતાના ઘરે જવાનો સંકેત આપ્યો હતો.
હાર્દિકે તેની પોસ્ટમાં લખ્યું છે કે, “નતાશા અને મારા માટે આ મુશ્કેલ નિર્ણય હતો. અમે એક પરિવાર તરીકે વધવાનો આનંદ માણ્યો, એકબીજાને માન આપ્યું અને સપોર્ટ કર્યો. અમને અગસ્ત્યની ભેટ આપવામાં આવી. હવે તે અમારા બંનેના જીવનનું કેન્દ્રબિંદુ હશે. અમે એકબીજાને પૂરો સાથ આપીશું જેથી અમે અમારા પુત્ર અગસ્ત્ય માટે તે બધું કરી શકીએ, જેનાથી તે ખુશ થાય. અમે દરેકને વિનંતી કરીએ છીએ કે આ સંવેદનશીલ પ્રસંગે અમને ગોપનીયતા આપો.”
આ પણ વાંચો: Hardik Pandya: T-20 ખેલાડીઓની રેન્કિંગમાં ઓલરાઉન્ડર શ્રેણીમાં ટોચ પર
હાર્દિકે 1 જાન્યુઆરી 2020 ના રોજ નતાશા સાથે સગાઈ કરી હતી. તેણે સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી હતી. બંનેએ 31 મે 2020ના રોજ લગ્ન કર્યા હતા. તે જ વર્ષે, 30 જુલાઈ 2020 ના રોજ, તેમના પુત્ર અગસ્ત્યનો જન્મ થયો.