Saturday, 15 Mar, 2025
spot_img
Saturday, 15 Mar, 2025
HomeENTERTAINMENTGurucharan Singh: મિ. સોઢી ફેમ એક્ટર ઈઝ બેક!

Gurucharan Singh: મિ. સોઢી ફેમ એક્ટર ઈઝ બેક!

Share:

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ‘મિસ્ટર સોઢી’નું પાત્ર ભજવીને દરેક ઘરમાં ફેમસ થયેલા એક્ટર Gurucharan Singh વિશે એક મોટા સમાચાર સામે આવ્યા છે. છેલ્લા 25 દિવસથી ગુમ થયેલા Gurucharan Singh હવે મળી આવ્યા છે. અહેવાલો અનુસાર, ગુરુચરણ સિંહ 17 ​​મેના રોજ ઘરે પરત ફર્યા હતા. ગુરુચરણ સિંહ ઘરે પરત ફર્યા બાદ પોલીસે કોર્ટમાં તેમનું નિવેદન નોંધ્યું હતું. નિવેદનમાં ગુરુચરણ સિંહે કહ્યું કે તેઓ આધ્યાત્મિક યાત્રા પર ગયા હતા.

ગુરુચરણ સિંહ ઘરે પાછા ફર્યા!

રિપોર્ટ અનુસાર, ગુરુચરણ સિંહ પોતે ઘરે પરત ફર્યા છે. ગુરુચરણ સિંહ પરત ફર્યા બાદ પોલીસે તેની પણ પૂછપરછ કરી હતી. જ્યાં ગુરુચરણ સિંહે જણાવ્યું હતું કે તે સંસારની બાબતો છોડીને ઘર છોડીને નીકળ્યો હતો અને તે ધાર્મિક યાત્રા પર હતો. ગુરુચરણ સિંહે જણાવ્યું કે તે ક્યારેક અમૃતસરમાં હતો તો ક્યારેક લુધિયાણામાં. ગુરુચરણના કહેવા પ્રમાણે, તેઓ ઘણા શહેરોના ગુરુદ્વારામાં રહ્યા અને પછી જ્યારે તેમને લાગ્યું કે હવે તેમને ઘરે પાછા ફરવું જોઈએ, ત્યારે તેઓ પાછા આવ્યા.

ગુરુચરણ સિંહ ઘણા દિવસોથી હતા ગુમ

ગુરુચરણ સિંહ કોન્ટ્રોવર્સીંમાં પિતાએ અભિનેતાના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જે બાદ દિલ્હી પોલીસ ગુરુચરણ સિંહને શોધવામાં વ્યસ્ત હતી. ગુરુચરણ સિંહ 22 એપ્રિલે દિલ્હીથી મુંબઈની ફ્લાઈટ લેવાના હતા, પરંતુ તેઓ ફ્લાઈટ પકડી ન શક્યા અને ગુમ થઈ ગયા. તેમની તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે ગુરુચરણ સિંહનો ફોન 24 એપ્રિલ સુધી એક્ટિવ હતો અને તેણે ઘણા વ્યવહારો કર્યા હતા. ઉપરાંત, તપાસ દરમિયાન, પોલીસને જાણવા મળ્યું હતું કે ગુરુચરણ સિંહ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યા હતા અને તેમના ઘણા બેંક ખાતા પણ હતા.

આ પણ વાંચો: Heeramandi: હવે વેબસિરીઝમાં સંજય લીલા ભણસાલીની કમાલ


Share:
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments