Friday, 14 Mar, 2025
spot_img
Friday, 14 Mar, 2025
HomeNATIONALGateway of India પર મોટી દુર્ઘટના, અનેકના મોત

Gateway of India પર મોટી દુર્ઘટના, અનેકના મોત

Share:

મહારાષ્ટ્રના મુંબઈમાં Gateway of India થી Elephanta જઈ રહેલી નીલકમલ બોટ નૌકાદળના જહાજ સાથે અથડાઈને દરિયામાં ડૂબી ગઈ હતી. આ Boat Accident માં નૌકાદળના ચાર જવાનો અને બોટમાં સવાર નવ નાગરિકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ, 80 લોકોની ક્ષમતાવાળી નીલકમલ બોટમાં 20 બાળકો સહિત લગભગ 110 મુસાફરો હતા. જેમાંથી 101ને બચાવી લેવાયા છે. આ અકસ્માત બુધવારે સાંજે લગભગ 3.55 કલાકે Uran નજીક થયો હતો.

મુંબઈથી એલિફન્ટા ગુફાઓ જઈ રહ્યા હતા ત્યારે અરબી સમુદ્રમાં બુચર આઈલેન્ડ પાસે નૌકાદળની પેટ્રોલિંગ સ્પીડ બોટ બોટને ટક્કર મારી હતી, જેના કારણે પાણી ભરેલી બોટ ડૂબી ગઈ હતી. મુખ્યમંત્રી Devendra Fadnavis એ 8:25 વાગ્યે વિધાનસભામાં જણાવ્યું હતું કે બચાવાયેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર તમામ મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયા આપશે. પોલીસ અને નેવી સંયુક્ત રીતે અકસ્માતની તપાસ કરશે.

માહિતી અનુસાર, નેવી, જવાહરલાલ નહેરુ પોર્ટ ટ્રસ્ટ (JNPT), કોસ્ટ ગાર્ડ, યલોગેટ પોલીસ સ્ટેશન 3 અને સ્થાનિક માછીમારી બોટની મદદથી રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. નૌકાદળની 11 બોટ, મરીન પોલીસની 3 બોટ અને કોસ્ટ ગાર્ડની 1 બોટ બચાવ કામગીરીમાં જોડાઈ હતી. 4 હેલિકોપ્ટર પણ બચાવ કાર્યમાં લાગેલા છે. મુસાફરોને Gateway of India પર પાછા લાવવામાં આવ્યા હતા. જ્યાંથી તેમને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો – Kapoor Familyને મળીને PM મોદીએ કહ્યું Cut.. જુઓ Video

Navy એ X પોસ્ટ કર્યું કેપ્ટને નિયંત્રણ ગુમાવ્યું અને જહાજ નીલકમલ બોટ સાથે અથડાયું. નૌકાદળના ચાર હેલિકોપ્ટર, નેવીના 11 જહાજો, એક કોસ્ટ ગાર્ડ બોટ અને ત્રણ મરીન પોલીસ બોટએ બચાવકાર્યમાં ભાગ લીધો હતો. નૌકાદળ અને નાગરિક જહાજોએ લોકોને બચાવ્યા અને તેમને હોસ્પિટલ લઈ ગયા. આ અકસ્માતમાં 13 લોકોએ જીવ ગુમાવ્યા છે. નીલકમલ બોટ સાથે અથડાયેલી સ્પીડ બોટમાં 6 નેવીના કર્મચારીઓ સવાર હતા, જેમાંથી 4ના મોત થયા છે. તેમાં એક નેવી કર્મચારી અને બે OEM (ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ)નો સમાવેશ થાય છે. જ્યારે નૌકાદળનો જવાન ગંભીર રીતે ઘાયલ થયો છે.


Share:
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments