પૂર્વ પ્રધાનમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા Manmohan Singh નું લાંબી માંદગી બાદ ગુરુવારે દિલ્હીમાં નિધન થયું હતું. તેમણે 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. ગુરુવારે સાંજે અચાનક બેહોશ થઈ જતાં તેમને દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. AIIMSએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે Manmohan Singh 26 ડિસેમ્બરે ઘરે અચાનક બેહોશ થઈ ગયા હતા અને તેમને રાત્રે 8.06 વાગ્યે AIIMS (નવી દિલ્હી) લાવવામાં આવ્યા હતા. રાત્રે 9.51 કલાકે તેઓનું નિધન થયું હતું.
સ્વ. મનમોહન સિંહની રાજકીય સફર
- 1971માં ભારત સરકારના વાણિજ્ય મંત્રાલયમાં આર્થિક સલાહકાર તરીકે જોડાયા
- 1972માં નાણા મંત્રાલયમાં મુખ્ય આર્થિક સલાહકાર તરીકે નિમણૂક
- મનમોહન સિંહ 1980-1982થી યોજના આયોગના સભ્ય રહ્યા
- 1982 થી 1985 સુધી ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર
- 1985 થી 1987 સુધી યોજના આયોગના ઉપાધ્યક્ષ તરીકે સેવા આપી
- 1987 થી 1990 સુધી જિનેવામાં દક્ષિણ કમિશનના સેક્રેટરી જનરલ
- 1990માં આર્થિક બાબતો પર પ્રધાનમંત્રીના સલાહકાર તરીકે નિયુક્ત
- 1991માં તેઓ પ્રથમ વખત આસામમાંથી રાજ્યસભાના સભ્ય બન્યા
- 1991 થી 1996 સુધી પી. વી. નરસિમ્હા રાવ સરકારમાં નાણામંત્રી તરીકે સેવા આપી
- 1998 થી 2004 સુધી મનમોહન સિંહ રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા રહ્યા
- મનમોહન સિંહ 2004 થી 2014 સુધી ભારતના પ્રધાનમંત્રી રહ્યા
આ પણ વાંચો – જાણીતા ફિલ્મ નિર્માતા Shyam Benegal નું દેહાવસાન

કોંગ્રેસ, ભાજપ, આપના નેતાઓ શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. ત્યારે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના નિધન પર ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, Prime Minister Narendra Modi, અમિત શાહ, જે.પી.નડ્ડા, Mallikarjun Kharge, પ્રિયંકા ગાંધી, અખિલેશ યાદવ, ચંદ્રાબાબુ નાયડૂ, કિરેન રિજીજૂ, મહેબૂબા મુફ્તિ, ભૂપિન્દર સિંહ હુડ્ડા, સલમાન ખુર્શીદ, મમતા બેનર્જી, આતિશી, કેજરીવાલ, રાજનાથ સિંહ, સી.આર. પાટીલ, ભુપેન્દ્ર પટેલ, અશ્વિની વૈષ્ણવ, માયાવતી, યોગી આદિત્યનાથ, હેમંત સોરેન, પિનારાઈ વિજયન, નવીન પટનાયક, અજિત પવાર, સ્મૃતિ ઈરાની, નીતિન ગડકરી, શરદ પવાર, સુખબીર બાદલ, જયરામ રમેશ, સચિન પાયલટ, પી ચિદંબરમ, તેજસ્વી યાદવ, નીતિશ કુમાર સહિતના નેતાઓએ શ્રદ્ધાંજલિ પાઠવીને દુઃખ વ્યક્ત કર્યું છે.