સુરતમાં ફરી એકવાર અગ્નિકાંડની ઘટના બની છે. સુરતના સચિન GIDC વિસ્તારમાં એથર ઈન્ડસ્ટ્રી કેમિકલ કંપનીમાં મંગળવારની મોડી રાત્રે 2 વાગે બ્લાસ્ટ સાથે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. સ્ટોરેજ ટેન્કમાં લિકેઝ બાદ આગ લાગતાં જ બ્લાસ્ટ થયો હતો. ઘટનાની જાણ થતાં 10થી વધુ ફાયરબ્રિગેડની ગાડીઓએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવા પ્રયાસ આદર્યા હતાં.
આ ઘટનામાં કંપનીમાં કામ કરતા 27 કામદારો દાઝ્યા હતા. આ સાથે 07 કર્મચારીઓ લાપતા હોવાથી તેમની શોધખોળ ચાલી રહી હતી. જેમાં આજરોજ 07 કામદારોના માનવ કંકાળ મળી આવ્યા હતા. તમામ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં 27 જેટલા કામદારો દાઝ્યા છે. જેમાંથી આઠથી વધુ કામદારો ગંભીર રીતે દાઝી જતા હોસ્પિટલની અંદર સારવાર લઈ રહ્યા છે. કામદારો 70થી 100 ટકા સુધી દાઝી જતા જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા છે.
સચિન GIDCમાં સ્થિત એથર કેમિકલ ઈન્ડસ્ટ્રીના પ્લાન્ટમાં સંચાલકોની ગંભીર બેદરકારીના કારણે ભીષણ આગ લાગતા શ્રમજીવીઓ દાઝી ગયા છે. એથર કેમિકલ ઈન્ડસ્ટ્રી વિશ્વભરમાં મોટા પાયે કેમિકલ એક્સપોર્ટ કરવાનું કામ કરે છે. વિશ્વ વિખ્યાત ફોર્બ્સ મેગેઝિન-2023ની બિલિયનેરની યાદીમાં વિશ્વના 2,249 ઉદ્યોગપતિઓમાં 168 ભારતીયોમાં એથર કેમિકલ ઈન્ડસ્ટ્રીના CMD અશ્વિન દેસાઈને સ્થાન મળ્યું છે. ખૂબ જ ખ્યાતનામ એવી એથર ઈન્ડસ્ટ્રીમાં આગ લાગતા કંપની અને તંત્ર સવાલોના ઘેરામાં છે.

ઈજાગ્રસ્તોની યાદી
- ચિત્રંજન અર્જુન યાદવ(19)
- કિશન કુમાર રામદેવ યાદવ(21)
- લવકુશ રામ મિલન યાદવ(19)
- મયુર હિંમત કંથારીયા(30)
- સવર્ણ કુમાર રોશનલાલ પાસવાન(19)
- ઉમાશંકર વિજયનાથ પાંડે(35)
- વિકાસ રામ અવતાર ચૌહાણ(27)
- વિજય લક્ષ્મણ સાહુ(50)
- ઉત્તમ કુમાર રામલાલ(19)
- મહંમદ ઉમર હકરજા અલી(19)
- રમેશ રામજી શર્મા(45)
- પ્રકાશ પંકજ ગૌતમ(27)
- રાજુ હનુમાન સિંગ(42)
- રાહુલ સંજય પાસવાન(27)
- ઓમ પ્રકાશ શુશીલ યાદવ(23)
- સર્વેશ કૌશલ યાદવ(24)
- મણિલાલ યાદવ(22)
- વિજય સિંગ(35)
- રામ શુક્લા યાદવ(22)
- ઉદય ભાનસિંગ(26)
- ઉમાશંકર વિજયનાથ પાંડે(33)
- શ્રવણ રોશનલાલ પાસવાન(19)
- વિજય પ્રતાપ અજમેર સિંગ(35)
- હરિ કીર્તન શ્યામ સુંદર પ્રસાદ(24)
- પ્રમોદ મદારીલાલ ગૌતમ(40)
- નરેન્દ્ર રઘુનંદન પાઠક(30)
- આયુષ મહેશભાઈ સાપઘર(24)