73 વર્ષના PM મોદીની 71 સભ્યની કેબિનેટ બની છે. પહેલીવાર એવું બન્યું કે શપથ લીધા પછી 24 કલાક પછી ખાતાંની વહેંચણી થઈ. ત્યારે Gujarat ના ક્યા સાંસદને કયું મંત્રાલય સોંપાયું આવો જાણીયે…
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના મંત્રી પરિષદમાં વિભાગોની વહેંચણી કરી છે. રાષ્ટ્રપતિ ભવનના સચિવાલય દ્વારા મંત્રીઓના વિભાગોની યાદી બહાર પાડવામાં આવી છે. યાદી અનુસાર નીતિન ગડકરીને સતત ત્રીજી વખત રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલય આપવામાં આવે તેવી શક્યતા છે. અત્યાર સુધીની માહિતી મુજબ, ગત સરકારમાં ભાજપના પાંચ મુખ્ય પ્રધાનોનો પોર્ટફોલિયો નવી સરકારમાં પણ એ જ રાખવામાં આવ્યો છે. જેમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહ, પરિવહન મંત્રી નીતિન ગડકરી, નાણા મંત્રી નિર્મલા સીતારમણ, વિદેશ મંત્રી એસ જયશંકરના નામ સામેલ છે.
અમિત શાહ – ગૃહ અને સહકાર મંત્રી

અમિત શાહને ગૃહ મંત્રાયલ આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, તેમને લોકો રાજકારણના ચાણક્ય તરીકે ઓળખે છે. શાહ 1980માં ફક્ત 16 વર્ષની ઉંમરે સંઘમાં જોડાયા હતા. એ વર્ષે બીજેપી પાર્ટીનો જન્મ થયો હતો. 1984 સામાન્ય ચૂંટણીમાં મળેલી ઐતિહાસિક હાર બાદ બીજેપીમાં વિચારધારાથી જોડાયેલા લોકો જ આવી રહ્યા હતા. 1985માં અમિત શાહ ઓફિશ્યલી બીજેપીમાં સામેલ થયા. એક સાધારણ કાર્યકર્તાના રૂપમાં સામેલ થનારા અમિત શાહને પાર્ટીનું પહેલું કામ મળ્યું હતું અમદાવાદ નારણપુરા વોર્ડ ચૂંટણીમાં પોલીંગ એજન્ટનું. એના થોડા દિવસો બાદ તેઓ વોર્ડના સચિવ બની ગયા. અહીંથી તેમની રાજકીય સફર શરુ થઈ.
જે. પી. નડ્ડા – આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી; રસાયણ અને ખાતર મંત્રી

મોદી સરકાર 3.0 માં જે.પી. નડ્ડાને આરોગ્ય મંત્રાલય આપવામાં આવ્યું છે. નોંધનીય છે કે, જે.પી નડ્ડા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રિય અધ્યક્ષ પણ છે. જ્યારે ત્રીજી મોદી વરકારમાં તેમને મોદી સરકારમાં આરોગ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે. જે.પી. નડ્ડા એક ભારતીય વકીલ અને રાજકારણી છે. નોંધનીય છે કે, જે.પી નડ્ડા 2020 થી ભારતીય જનતા પાર્ટીના 11 માં રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યા છે. આ સાથે સાથે તેઓ 2024 થી ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતી રાજ્યસભાની સભ્ય છે.
ડૉ. એસ. જયશંકર – વિદેશ મંત્રી

મોદી સરકારમાં એસ.જયશંકરને ફરી વિદેશ મંત્રાલય આપવામાં આવ્યું છે. નોધનીય છે કે, મોદી સરકાર 2.0 માં પણ તેવી વિદેશ મંત્રી રહ્યા છે. વિદેશ મંત્રી બનતા પહેલા જયશંકર જાન્યુઆરી 2015 થી જાન્યુઆરી 2018 સુધી ભારત સરકારના વિદેશ સચિવ હતા. વિદેશ સચિવ તરીકે, તેમણે અમેરિકા અને ચીનની ખૂબ જ મહત્વપૂર્ણ રાજદ્વારી તરીકે કામ કર્યું છે.
ડૉ. મનસુખ માંડવિયા – શ્રમ અને રોજગાર મંત્રી; યુવા બાબતોના અને રમતગમતના મંત્રી

ડૉ. મનસુખ માંડવિયાને ફરી એકવાર કેન્દ્રીય મંત્રી બનાવવામાં આવ્યા છે. મોદી સરકાર 3.0માં તેમને શ્રમ મંત્રી બનાવવામાં આવ્યા છે. આ વખતે મનસુખ માંડવિયાને ભાજપે Gujarat ના પોરબંદરથી ટીકીટ આપી હતી. અહીં તેમની સાથે કોંગ્રેસે લલિત વસોયાને મેદાનમાં ઉતાર્યા હતા. આ સીટ પર મનસુખ માંડવિયાની 3 લાખ 83 હજાર 360 મતોથી જીત થઈ હતી.
સી.આર.પાટીલ – જળ શક્તિ મંત્રી

આ વખતે કેબિનેટ મંત્રાલયમાં સી.આર પાટીલને પણ મંત્રાયલ આપવામાં આવ્યું છે. Gujarat ના નવસારી બેઠક પર છેલ્લા ત્રણ ટર્મથી સાંસદ છે . 2014 અને 2019માં તેઓ સૌથી વધુ માર્જિનથી જીતી હોવાને કારણે તેઓ રાષ્ટ્રીય કક્ષા પર લોકોની નજરે આવ્યા હતા. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ગુજરાતના પ્રદેશ પ્રમુખ બનાવ્યા. 2019માં, તેમણે 689,668 મતોના વિક્રમી માર્જિન સાથે ચૂંટણી જીતી હતી જે ચૂંટણી ઇતિહાસમાં બીજા ક્રમનું સૌથી વધુ માર્જિન હતું.
આ પણ વાંચો: Modi 3.0 Cabinet: કયા નેતાને મળ્યું કયું મંત્રાલય? આવો જાણી લઈએ..