કેન્દ્રશાસિત પ્રદેશ Diu-Daman પોર્ટુગીઝોની ગુલામીમાંથી મુકત થયા બાદ ગોવા સાથે જોડાણ કરાયું હતું. વર્ષ 1987માં ગોવાને રાજ્યનો દરજ્જો આપ્યા બાદ દીવ-દમણને ગોવાથી છૂટું પાડયા બાદ આ પ્રદેશને અલાયદી બેઠક ફાળવવામાં આવી હતી. દીવ-દમણમાં જ્ઞાતિ સમીકરણ જોઈએ તો સૌથી મહત્વનાં કોળી પટેલ મતદારો ગણાય છે. જો કે ખારવા, મુસ્લિમ, ખ્રિસ્તી મતદારો સરેરાશ પ્રમાણમાં છે.
દીવ-દમણમાં 1.32 લાખ મતદારો
લોકસભાની ચૂંટણીની જાહેરાત થતા જ સંઘપ્રદેશ પ્રશાસન ધમધમતું બની ગયું છે. Diu-Daman માં 1.32 લાખ મતદારોનો સમાવેશ થાય છે. જેમાં દમણમાં 95 હજાર 178 અને 36 હજાર 866 દીવમાં છે. દમણ-દીવ બેઠક પર આગામી 7મી મેના રોજ ચૂંટણી યોજાશે. દમણ-દીવ લોકસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર તરીકે લાલુભાઈ પટેલનું નામ જાહેર કરાયું. ત્યારે કોંગ્રેસે કેતન પટેલને ફરી રિપિટ કર્યા છે. 2019ની લોકસભા ચૂંટણીની જેમ ફરી એક વાર લાલુભાઇ પટેલ, કેતન પટેલ અને અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલ વચ્ચે મુખ્ય જંગ છે.
લોકસભા ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ
વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ હતો. 2019ની લોકસભા ચૂંટણીમાં કેતન પટેલને 27 હજાર 965 મત મળ્યા હતાં. અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલને 19 હજાર 939 મત મળ્યા હતા. જ્યારે આ ચૂંટણી જંગમાં ભાજપના લાલુભાઈ પટેલે 46 હજાર 960 મતથી જીત મેળવી હતી.
વિકાસકાર્યોની ભેટ
દમણમાં એન્જિનિયરિંગ કોલેજ, ફેશન ડિઝાઈનિંગ કોલેજ, નવી સરકારી શાળાઓનું નિર્માણ, સહિત અનેક વિકાસકાર્યો કેન્દ્ર સરકારે પૂર્ણ કર્યા છે. નવીન કાર્યમાં હજુ રોડ અને એરપોર્ટનું કામ ચાલી રહ્યો છે. પ્રવાસન ક્ષેત્ર એવા આ લોકસભા ક્ષેત્રમાં પ્રાથમિક સુવિધા ,રોજગારી , અને ટૂરિજમ માટેના વિકાસ કાર્યોને ધ્યાનમાં રાખી જનતા મતદાન કરશે.
આ પણ વાંચો: Mukesh Dalal: સુરતમાં રચાયો ઈતિહાસ, બિનહરીફ ચૂંટાયા મુકેશ દલાલ