Delhi Election Results – દિલ્હીમાં ભાજપને 27 વર્ષ પછી સ્પષ્ટ બહુમતી મળી. દિલ્હી વિધાનસભાની 70 બેઠકોમાંથી Bharatiya Janata Party એ 48 અને Aam Aadmi Party એ 22 બેઠકો જીતી હતી. Congress ને એક પણ બેઠક મળી નથી. દિલ્હીમાં ભાજપ મુખ્યાલય પહોંચતા Prime Minister Narendra Modi નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. દિલ્હીમાં જીત બાદ ભાજપના કાર્યકરોમાં ઉજવણીનો માહોલ છે. પાર્ટીના કાર્યકરોએ મોદી-મોદીના નારા લગાવ્યા.
Delhi Election Results – ભાજપની જીતનો મંત્ર
- PM મોદીની વિકાસની રાજનીતિ પર લોકોને વિશ્વાસ
- PM મોદી, અમિત શાહ, યોગી આદિત્યનાથ સહિતના નેતાઓનો ઝંઝાવાતી પ્રચાર
- AAPના કૌભાંડો અને ભ્રષ્ટાચારને મુખ્ય મુદ્દો બનાવ્યો
- શીશમહેલનો મુદ્દો ઉઠાવી કેજરીવાલને ઘેર્યા
- દરેક બેઠક જીતવા માટે માઈક્રો મેનેજમેન્ટ
- યુપી-બિહારના મતદારોને રિઝવવા ખાસ રણનીતિ
- યુપી-બિહારના 100થી વધુ સાંસદોને જવાબદારી સોંપી
- મતદારોના ઘરે ઘરે જઈને AAPની નિષ્ફળતા ગણાવી
- પાણી, રસ્તા, પ્રદૂષણ મુદ્દે AAP સરકારને ઘેરી
આ પણ વાંચો – Jeet Adani Wedding: જીત અને દિવાના લગ્ન પર મોટી જાહેરાત
AAPની હારના કારણો
- વિપક્ષોએ ભ્રષ્ટાચારના આરોપોને મુખ્ય મુદ્દો બનાવી AAPને ઘેરી
- પાર્ટીમાં આંતરિક વિખવાદ અને ટોચના નેતાઓના રાજીનામા
- મહિલાઓ અને નવા મતદારો AAP તરફ ન વળ્યા
- ટોચના નેતાઓ પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપો નડ્યા
- કેજરીવાલ, સિસોદિયા, સત્યેન્દ્ર જૈનના જેલવાસથી છબી ખરડાઈ
- નેતાઓના જેલવાસથી ‘ભ્રષ્ટાચાર વિરોધી પાર્ટી’ની છબી નબળી પડી
- કેજરીવાલની ધરપકડ બાદ પાર્ટીનું નેતૃત્વ અસ્થિર બન્યું
- અરવિંદ કેજરીવાલની વિશ્વસનીયતામાં જબરદસ્ત ઘટાડો
- પ્રજાને આપેલા વાયદાઓ પૂરા ન કરતા મોટું નુકસાન
- યમુના નદીના પ્રદૂષણને દૂર ન કરવાનો મુદ્દો નડ્યો
- કોંગ્રેસે અનેક બેઠકો પર AAP ના મત કાપ્યા
રાષ્ટ્રીય રાજધાનીની તમામ 70 વિધાનસભા બેઠકો પર 5 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું. દિલ્હીમાં 60.54 ટકા મતદાન થયું હતું, જે 2020 કરતા લગભગ 2.5 ટકા ઓછું છે. હવે રાજધાની દિલ્હીના મુખ્યમંત્રી કોણ બનશે તે હવે જોવાનું રહ્યું.