GST મુદ્દે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામણના Deep Fake વીડિયો મામલે અમદાવાદમાં ફરિયાદ નોંધાઈ છે. નાણામંત્રી નિર્મલા સીતારામણની સ્પીચનો આધાર લઈને Deep Fake વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. ચિરાગ પટેલ નામના વ્યક્તિના સોશિયલ એકાઉન્ટમાંથી આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો.
ડીપ ફેક વીડિયો ફેલાવવો ભ્રામક કૃત્ય
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, “નાગરિકોને ગેરમાર્ગે દોરવા માટે ડીપ ફેક વીડિયો ફેલાવવો, તે ભ્રામક કૃત્ય છે.” તેમણે પોસ્ટ કરીને જણાવ્યું કે, “ગુજરાત પોલીસે આ ડીપ ફેક વીડિયો વાયરલ કરનારા વ્યક્તિ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી છે.”
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ફરિયાદ દાખલ કરવા આદેશ આપ્યાં બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ચિરાગ પટેલ નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી કરી છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામણનો આ ડીપ ફેક વીડિયો ગઈકાલે 8 જુલાઈના રોજ આ ચિરાગ પટેલ નામના શખ્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કર્યો છે. જેમાં નાણામંત્રી કહી રહ્યા છે કે સરકારને GSTથી કેટલી આવક થઇ છે એ ન પૂછો.
વીડિયો ક્લિપમાં સીતારામન મીડિયા સાથે વાત કરતા અને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સને ગોપનીય માહિતી ટેક્સ કહેતા જોવા મળે છે. ચિરાગ પટેલ નામના વ્યક્તિએ તેના એક્સ હેન્ડલ પર આ વીડિયો શેર કર્યો હતો. તેની X પ્રોફાઇલ મુજબ ચિરાગ પટેલ અમેરિકામાં રહે છે.
આ પણ વાંચો: Russia: PM મોદીને રશિયાનું સર્વોચ્ચ નાગરિક સન્માન મળ્યું