18 વર્ષીય ભારતીય ગ્રાન્ડમાસ્ટર D Gukesh ગુરુવારે સિંગાપોરમાં World Chess Championship નો ખિતાબ જીત્યો હતો. તેણે ફાઇનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન China ના Ding Liren ને 7.5-6.5થી હરાવ્યો. D Gukesh આટલી નાની ઉંમરમાં ટાઈટલ જીતનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બની ગયો છે. આ પહેલા 1985માં રશિયાના ગેરી કાસ્પારોવે 22 વર્ષની ઉંમરમાં આ ખિતાબ જીત્યો હતો.
ડીંગ લિરેનની હાર, D Gukesh ની જીત
ગુકેશે 14મી ગેમમાં ચીનના ખેલાડીને હરાવીને ટાઈટલ જીત્યું હતું. ચેમ્પિયનશિપની ફાઈનલ 25 નવેમ્બરથી શરૂ થઈ હતી, બંને વચ્ચે 11 ડિસેમ્બર સુધી 13 રમતો રમાઈ હતી. અહીં સ્કોર 6.5-6.5 પર બરાબર રહ્યો હતો. ગુકેશે આજે 14મી ગેમ જીતીને એક પોઈન્ટથી લીડ મેળવી હતી અને સ્કોર 7.5-6.5 કર્યો હતો.
ગુકેશ ચેસનો વર્લ્ડ ચેમ્પિયન બનનાર ભારતનો બીજો ખેલાડી બન્યો. વિશ્વનાથન આનંદ 2012માં ચેસ ચેમ્પિયન બન્યો હતો. ગુકેશે 17 વર્ષની ઉંમરે FIDE કેન્ડીડેટ્સ ચેસ ટુર્નામેન્ટ પણ જીતી હતી. ત્યારબાદ તે આ ખિતાબ જીતનાર સૌથી યુવા ખેલાડી પણ બની ગયો.
આ પણ વાંચો – Kapoor Familyને મળીને PM મોદીએ કહ્યું Cut.. જુઓ Video
કોણ છે ડી ગુકેશ?
- ડી ગુકેશનું પૂરું નામ ડોમ્મારાજુ ગુકેશ છે. તે ચેન્નાઈનો રહેવાસી છે.
- ગુકેશનો જન્મ 7 મે 2006ના રોજ ચેન્નાઈમાં થયો હતો.
- તેણે 7 વર્ષની ઉંમરે ચેસ રમવાનું શરૂ કર્યું.
- તેને શરૂઆતમાં ભાસ્કર નગૈયા દ્વારા કોચિંગ આપવામાં આવ્યું હતું.
- નાગૈયા આંતરરાષ્ટ્રીય ચેસ ખેલાડી રહી ચુક્યા છે અને ચેન્નાઈમાં હોમ ચેસ ટ્યુટર છે.
- આ પછી વિશ્વનાથન આનંદે ગુકેશને રમત વિશે માહિતી આપવાની સાથે કોચિંગ પણ આપ્યું.
- ગુકેશના પિતા ડોક્ટર છે અને માતા વ્યવસાયે માઇક્રો બાયોલોજીસ્ટ છે.