આ ક્રિકેટરને લાગ્યુ કે તે IPLમાં છેતરાઇ ગયો !
રોયલ ચેલેંજર્સ બેંગાલુરુના સ્ટાર બોલર હર્ષલ પટેલને લાગી રહ્યું છે કે તે IPLમાં છેતરાઇ ગયો છે. હર્ષલ પટેલે એક ઇન્ટરવ્યૂમાં ઘણા મુદ્દા પર વાત કરતા પોતાનો ઉભરો ઠાલવ્યો.
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના સ્ટાર બોલર હર્ષર પટેલે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં શાનદાર પ્રદર્શન કરી ટીમ ઇન્ડિયામાં સારા પગ જમાવ્યા છે. પરંતુ હર્ષલ પટેલે આઇપીએલમાં પોતાની કારકિર્દીની શરૂઆતની વાત કરતા કહ્યું કે ઘણી ફ્રેન્ચાઇજીએ તેમની સાથે છેતરપિંડી કરી છે.
હર્ષલ પટેલના કહેવા પ્રમાણે ત્રણ ચાર ટીમોએ તેમની હરાજી કરવાની વાત કરી હતી. પરંતુ જ્યારે હરાજી થઇ રહી હતી ત્યારે કોઇએ પણ એવું ન કર્યું.
હર્ષલનો દાવો છે કે જુદી જુદી ફ્રેંચાઇજીના લોકોએ તેમના માટે બોલી લગાવવાની વાત કહી હતી પરંતુ તેવું ન થયું ત્યારે તેમને એવો અહેસાસ થયો કે તેઓ છેતરાયા છે. જોકે હર્ષલે તેમની રમત પર ધ્યાન આપ્યું. 2021માં IPLમાં તેઓ પર્પલ કેપ વિન બન્યા, સિઝનમાં સૌથી વધુ વિકેટ લીધી. જેના લીધે હર્ષ પટેલને IPL 2022માં મેગા ઓક્શનમાં 10.75 કરોડ રૂપિયામાં RCBએ ખરીદ્યા.
મહત્વનું છે કે IPLમાં શાનદાર પ્રદર્શન કરીને હર્ષલ પટેલે ટીમ ઇન્ડિયામાં પ્રવેશ કર્યો. વર્ષ 2021માં ન્યૂઝીલેન્ડ સામેની ટી-20માં હર્ષલે ડેબ્યૂ કર્યું. અને આ રીતે આ ખેલાડીએ ક્રિકેટની દુનિયામાં પોતાની ઓળખ ઉભી કરી.