Kangana Ranaut ને ચંદીગઢ એરપોર્ટ પર તૈનાત મહિલા CISF જવાને થપ્પડ મારી છે. કંગનાને થપ્પડ મારનાર મહિલા જવાનનું નામ કુલવિંદર કૌર હોવાનું કહેવાય છે. આ મામલે કુલવિંદરનું નિવેદન સામે આવ્યું છે, ખેડૂતોના આંદોલન પર કંગનાના નિવેદનથી તે દુખી થઈ ગઈ છે.
કંગના રનૌતે આ મામલે ફરિયાદ કરી છે અને મહિલા જવાનને નોકરીમાંથી હટાવવાની અને તેની સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. ચૂંટણી જીત્યા બાદ કંગના રનૌત ભાજપની બેઠકમાં હાજરી આપવા વિસ્તારા એરલાઈન્સની ફ્લાઈટ Uk707માં દિલ્હી જઈ રહી હતી, ત્યારે સુરક્ષા તપાસ દરમિયાન તેમની એક CISF મહિલા જવાન સાથે બોલાચાલી થઈ હતી.
Kangana Ranaut એ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું છે કે મહિલાએ તેને લાફો માર્યો અને તેની સાથે દુર્વ્યવહાર પણ કર્યો છે. સમગ્ર મામલે CISFએ પણ કાર્યવાહી કરતા કંગનાને થપ્પડ મારનાર CISFની મહિલા કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દીધી છે. તથા તેની વિરુદ્ધ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં FIR પણ દાખલ કરાવવામાં આવી છે.
આ અંગે DCP એરપોર્ટ કુલજિંદર સિંહે કહ્યું કે તેમને હજુ સુધી લાફો મારવાની કોઈ ફરિયાદ મળી નથી. પરંતુ એક મહિલા CISF જવાને કંગના રનૌત સાથે ગેરવર્તન કર્યું છે. આ અંગેની માહિતી સામે આવી છે. CISF હાલ આ મામલે તપાસ કરી રહી છે. મહિલા જવાનની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ મામલો ખેડૂતોના આંદોલન સાથે જોડાયેલો હોવાનું કહેવાય છે. જ્યારે આ મામલે કોઈ ફરિયાદ આવશે તો તે તેના પર કાર્યવાહી કરાશે.
CISF એ મહિલા કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી છે. CISFના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ચંદીગઢ એરપોર્ટ પર ભાજપ નેતા અને અભિનેત્રી કંગના રનૌતને થપ્પડ મારવાના સંદર્ભમાં FIR માટે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ ફરિયાદ કરી છે.
આ પણ વાંચો: NDA v/s INDIA: સરકાર બનાવવાની નંબર ગેમ, ત્રીજી વાર મોદી PM!