આજે PM મોદી Chess Olympiad Winners જેઓ ભારત માટે ગોલ્ડ મેડલ જીતને પરત વતન આવેલા ખેલાડીઓને મળ્યા હતા. ઓલિમ્પિયાડના 97 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત ભારતે ઓપન અને મહિલા બંને કેટેગરીમાં ગોલ્ડ જીત્યો છે. આજે સાંજે 7 કલાકે ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશને દિલ્હીમાં ખેલાડીઓનું સન્માન કર્યું હતું. દરમિયાન, ફેડરેશને ગોલ્ડ વિજેતા ટીમના તમામ ખેલાડીઓને 25-25 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી.
ભારતીય મહિલા ટીમમાં ડી હરિકા, વૈશાલી રમેશબાબુ, દિવ્યા દેશમુખ, તાનિયા સચદેવા અને વંતિકા અગ્રવાલનો સમાવેશ થાય છે. જ્યારે પુરુષ ટીમમાંથી ડી.ગુકેશ, આર. પ્રજ્ઞાનંદ, અર્જુન એરિગેસી, વિદિત ગુજરાતી અને હરિકૃષ્ણ પંતલા પીએમ મોદીને મળવા પહોંચ્યા હતા.
ભારતે 10મા રાઉન્ડ પછી જ ગોલ્ડ કન્ફર્મ કરી લીધો હતો, ભારતે 10મા રાઉન્ડ બાદ જ પ્રથમ સ્થાન નિશ્ચિત કરી લીધું હતું, પરંતુ 11મા રાઉન્ડ પછી જ મહિલા ટીમનું ગોલ્ડ કન્ફર્મ થયું હતું. કારણ કે બીજા ક્રમની કઝાકિસ્તાનની ટીમે અમેરિકા સામે 2-2થી ડ્રો રમી હતી. જેના કારણે ભારત 19 પોઈન્ટ સાથે પ્રથમ અને કઝાકિસ્તાન 18 પોઈન્ટ સાથે બીજા ક્રમે છે. ચેસ ઓલિમ્પિયાડ 10 સપ્ટેમ્બરથી બુડાપેસ્ટ, હંગેરીમાં યોજાયો હતો.
ઓપન ટીમે 10મા રાઉન્ડ બાદ જ 19 પોઈન્ટ મેળવીને ગોલ્ડ કન્ફર્મ કર્યો હતો. ટીમે સતત 8 મેચ જીત્યા બાદ ઉઝબેકિસ્તાન સામે ડ્રો રમ્યો હતો. ત્યારબાદ 10માં રાઉન્ડમાં ટીમે અમેરિકાને હરાવીને ગોલ્ડ જીત્યો હતો અને 11માં રાઉન્ડમાં સ્લોવેનિયાને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.
આ પણ વાંચો: Jammu-Kashmir: બીજા તબક્કામાં થયું આટલું મતદાન!
છેલ્લા રાઉન્ડમાં, ભારતના ગુકેશ ડોમરાજુ, આર પ્રજ્ઞાનંદ અને અર્જુન ઇરીગાસીએ પોતપોતાની મેચ જીતી હતી. જ્યારે વિદિત સંતોષ ગુજરાતીએ ડ્રો રમીને ટીમનો સ્કોર 3.5 સુધી પહોંચાડ્યો હતો. ભારતે 11મો રાઉન્ડ જીતીને 21 પોઈન્ટ મેળવ્યા છે. જ્યારે ચીન અને અમેરિકા 16-16 પોઈન્ટ સાથે બીજા ક્રમે છે.