23 જાન્યુઆરી સુધી ગૌતમ અદાણી ધનવાનોની શ્રેણીમાં ટોપ-3 પર હતા જોકે,,, 24 મી જાન્યુઆરીએ હિંડનબર્ગ રિસર્ચે 106 પેજનો રિપોર્ટ અદાણી ગ્રુપની અગેન્સમાં તૈયાર કરતા, હવે તેઓ ટોપ 10 ની રેસમાંથી બહાર નીકળેની 21 મા ક્રમે અદાણી ગ્રુપ પહોંચી ગયા છે,, 24 મી જાન્યુઆરીએ રિપોર્ટ જાહેર થયા બાદ 25 મી જાન્યુઆરીએ અદાણીના તમામ શેર રેડ ઝોનમાં સરકી ગયા હતા,, ગૌતમ અદાણીએ જે EPO જાહેર કર્યો હતો,, તે 31 મી જાન્યુઆરીએ બંધ કરાવ્યો હતો અને 1 ફેબ્રુઆરીના રોજ અદાણી એન્ટરપ્રાઈઝીઝએ FPO રદ કરવાનું એલના કર્યું હતું,, તો બીજી તરફ RBI એ અદાણી ગુપના દેવાને લઈને બેંકો પાસે જવાબ પણ માગ્યો હતો આ ઉપરાંત NSEને અદાણી ગ્રુપના ત્રણ શેર સર્વિલાંસમાં નાખ્યાં હતા.
મહત્વનું છે કે પાછલા 9 દિવસમાં અદાણી ગ્રુપની Weaith રૂપિયા 8 લાખ76 હજાર કરોડ ઘટી છે. અદાણી ગ્રુપ અંગે હિંડનબર્ગના રિપોર્ટને લઈને સંસદથી લઈને શેરબજારમાં હલચલ મચી ગઈ છે,,, વિપક્ષ અદાણી ગ્રુપ પર લાગેલા આરોપો પર તપાસની માગ કરી રહ્યા છે. સંસદમાં શુક્રવારે પણ હોબાળો થયો હતો, લોકસભા 2 વાગ્યા અને રાજ્યસભા 2.30 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. વિપક્ષ જોઈન્ટ પાર્લમેન્ટ કમિટી((JPC)) અથવા સુરક્ષિત કોર્ટના નેતૃત્વમાં કમિટી બનાવવાની માગ કરી રહ્યો છે.
23 મી જાન્યુઆરી સુધી અદાણી વિશ્નના ટોપ-3 ધનવાનોની યાદીમાં હતા જોકે 2 ફેબ્રુઆરીએ 16મા ક્રમે અને 3 ફેબ્રુઆરીના રોજ તેઓ 21 મા નંબરે પહોંચી ગયા હતા. અદાણી એન્ટરપ્રાઇઝીસના શેરમાં શુક્રવારે 35%નો ઘટાડો નોંધાયો છે,,, એક શેરની કિંમત 1000 રૂપિયાની નજીક પહોંચી ગઈ છે. રિપોર્ટ આવતાં પહેલાં શેરનો ભાવ 3500 રૂપિયાની નજીક હતો,,, આ પ્રકારે કંપનીના શેર 9 દિવસમાં 70% ઘટી ગયા છે,,એક્સચેન્જ ડાઉ જોન્સે પણ અદાણી એન્ટરપ્રાઇઝીસને સસ્ટેનબિલિટી ઇન્ડેક્સથી બહાર કરી દીધી છે.
કોંગ્રેસની માગ છે કે હિંડગબર્ગના રિપોર્ટે જે ખુલાસો કર્યો છે તે મામલે હવે જેસીપીથી તપાસ કરાવવામાં આવે,,, જ્યારે સીપીઆઈ, સીપીએમ, SP, AAP,TMCના નેતાઓની માગ છે કે સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ સમગ્ર મામલાની તપાસ થાય.
કોંગ્રેસ-અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સંસદ પરિસરમાં આ મામલાને લઇને વિપક્ષ પાર્ટીની મિટિંગ બોલાવી હતી, જેમાં કોંગ્રેસ, TMC, આમ આદમી પાર્ટી, સપા, DMK, જનતા દળ અને લેફ્ટ સહિત 13 પાર્ટી સામેલ થયા હતા. કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું હતું કે પાર્ટી કાર્યકર્તા 6 ફેબ્રુઆરીએ દેશભરના જિલ્લામાં સ્થિત LIC અને SBI કાર્યાલયો સામે વિરોધપ્રદર્શન કરશે. વિપક્ષી નેતાઓએ કહ્યું હતું કે શેરબજારના આ અમૃતકાળનો સૌથી મોટો મહાઘોટાળો છે.
NSE એ અદાણી ગ્રુપના ત્રણ શેરને શોર્ટટર્મ માટે એડિશનલ સર્વિલન્સ મેજર્સ લિસ્ટમાં સામેલ કરી લીધું છે,,, એમાં અદાણી પોર્ટ, અદાણી એન્ટરપ્રાઇઝીસ અને અંબુજા સિમેન્ટ પણ સામેલ છે. ASM સર્વિલન્સની એક રીત છે, જેના દ્વારા માર્કેટના રેગ્યુલેટર સેબી અને માર્કેટ એક્સચેન્જ BSE, NSE તેના ઉપર નજર રાખે છે,. જેનું લક્ષ્ય રોકાણકારોનાં હિતોની રક્ષા કરવાનું હોય છે. કોઈ શેરમાં ઉતારચઢાવ થવાથી તેને NSEમાં મૂકી દેવામાં આવે છે.
ઉલ્લેખનિય છે કે ‘અદાણી એન્ટરપ્રાઇઝે 1 ફેબ્રુઆરીએ મળેલી બોર્ડ મીટિંગમાં નિર્ણય લીધો છે કે અમે FPOને આગળ નહીં લઈ જઈએ. હાલની પરિસ્થિતિ અને કંપનીની તાજેતરની બજારની અસ્થિરતાને ધ્યાનમાં રાખીને, ગ્રાહકોના હિતમાં FPO સાથે આગળ ન વધવાનો અને વ્યવહારને સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બોર્ડે કહ્યું, ‘અમે FPOમાં ભાગ લેવા બદલ રોકાણકારોનો આભાર માનીએ છીએ, મહત્વનું છે કે FPOનું સબસ્ક્રિપ્શન 31 જાન્યુઆરીએ બંધ કરવામાં આવ્યું હતું.
તમને થતું હશે કે FPO શું છે તો જણાવીએ કે,,,ફોલો ઓન પબ્લિક ઓફર ને FPO તરીકે માર્કેટમાં ઓળખવામાં આવે છે,,હકીકતમાં કંપની માટે નાણાં એકત્ર કરવાની એક રીત છે. જે કંપની પહેલાથી જ શેરમાર્કેટમાં લિસ્ટેડ હોય છે, તે રોકાણકારો માટે નવા શેર ઓફર કરે છે. આ શેર બજારમાં ઉપલબ્ધ શેર્સ કરતા અલગ હોય છે,,
હવે તમને એ પણ સમજાવીએ કે IPO અને FPO વચ્ચે શું તફાવત છે,,, સમજો કે કંપનીઓ તેમના વિસ્તરણ માટે IPO અથવા FPOનો ઉપયોગ કરે છે. કંપનીએ પ્રથમ વખત પ્રારંભિક જાહેર ઓફર એટલે કે IPO દ્વારા તેના શેર્સ બજારમાં ઉતારે છે. જ્યારે FPOમાં વધારાના શેર બજારમાં લાવવામાં આવે છે.
મહત્વનું છે કે અમેરિકાની રિસર્ચ ફર્મ હિંડનબર્ગનો રિપોર્ટ આવ્યો હતો. જેમાં અદાણી ગ્રુપ પર સ્ટોક મેનિપ્યુલેશન, મની લોન્ડરિંગ અને એકાઉન્ટિંગ ફ્રોડમાં સામેલ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે,, જેને જોતા,,, RBIએ અદાણી એન્ટરપ્રાઇઝીસ લિમિટેડને આપવામાં આવેલી લોન અંગે તમામ બેંકો પાસેથી માહિતી માગી છે.
જોકે ગૌતમ અદાણી જૂથે હિંડનબર્ગ રિપોર્ટને ભારત પર હુમલાનું કાવતરું ગણાવ્યું છે,, ગ્રુપે 413 પાનાંનો જવાબ જાહેર કર્યો હતો. એમાં જણાવવામાં આવ્યું છે કે અદાણી ગ્રુપ પર લગાવવામાં આવેલા તમામ આરોપો ખોટા છે. ગ્રુપે એમ પણ કહ્યું હતું કે આ રિપોર્ટનો વાસ્તવિક હેતુ અમેરિકન કંપનીઓના આર્થિક લાભ માટે નવું બજાર ઊભું કરવાનો છે.
હવે બાંગ્લાદેશ સરકારે અદાણી ગ્રુપ સાથે એનર્જી સેક્ટરમાં ડીલમાં સંશોધનની માગ કરી છે. બાંગ્લાદેશ સરકારના જણાવ્યા પ્રમાણે, વીજળીની કિંમત વધારે છે, એને ઘટાડવી જોઈએ, બાંગ્લાદેશે અદાણી પાવર લિમિટેડ સાથે 2017માં વીજળી ખરીદી માટે સોદો કર્યો હતો.
બાંગ્લાદેશ પાવર ડેવલપમેન્ટ બોર્ડે ગુરુવારે અદાણી પાવરને ચિઠ્ઠી લખી છે, જેમાં વીજળી ખરીદીની કિંમતમાં ફેરફાર કરવાની માગ કરી છે. BPDCના જણાવ્યા પ્રમાણે, તેમને મોંઘી વીજળી મળી રહી છે. BPDC એ નવેમ્બર 2017માં 25 વર્ષ માટે 1496 મેગાવોટ વીજળીના પુરવઠા માટે અદાણી પાવર સાથે ડીલ કરી હતી.
તમને થતું હશે કે હિંડનબર્ગ કંપની કેવી રીતે કામ કરે છે અને કેવી રીતે રિસર્ચ કરીને રિપોર્ટ તૈયાર કરે છે તેનો રિપોર્ટ ગુજરાત ફર્સ્ટની ન્યૂઝ રિસર્ચની ટીમે પણ કાઢ્યો છે,,, શેરમાર્કેટમાં ચાલતી તમામ ગતિવિધી પર હિંડનબર્ગ કંપની નજર રાખે છે,, કોઈ પણ લિસ્ટેડ કંપની પોતાના અંગત સ્વાર્થ માટે એકાઉન્ટ મિસમેનેજમેન્ટનો દુરઉપયોગ તો નથી કરી રહી તે વાતનું ધ્યાન રાખે છે,,,આ ઉપરાંત કોઈ પણ કંપની અન્ય કંપનીને નુકાસન પહોંચડવા એક તરફી સોદા નથી કરાવતી વગેરે બાબતોનું હિંડનબર્ગ કંપની ધ્યાન રાખે છે.
આવી જ રીતે હિંડનબર્ગ કંપનીએ પાછલા બે વર્ષમાં અદાણી કંપનીની પ્રત્યેક ચાલને ધ્યાનમાં રાખી જે રિપોર્ટ રજૂ કર્યો છે, રિપોર્ટમાં આરોપ છે કે,,, અદાણી ગ્રુપ જે સેક્ટરમાં કામ કરે છે તે સેક્ટરની અન્ય કંપનીઓની તુલનામાં 85 ટકા વધુ બિઝનેશ કરે છે,, અદાણી જૂથે માર્કેટમાં હેરાફેરી કરીને પોતાના શેરની કિંમત વધારી છે,, ગૌતમ અદાણીએ મોરીશસ અને અન્ય દેશની કંપનીઓ પાસેથી પણ રૂપિયા લીધા છે,,,31 માર્ચ 2022ના રોજ અદાની ગ્રુપના માથે કુલ 2.2 ખરબનું દેવું છે. આ સાથે જ આ ગ્રુપની 7 કંપનીઓ એવી છે જેની ઈક્વીટીથી વધુ દેવું કંપનીના માથે છે.
હિંડનબર્ગ કંપનીની સ્થાપના નાથન એન્ડરસને વર્ષ 2017માં અમેરિકામાં કરી છે,, પાંચ વર્ષ પહેલા બનેલી કંપની પાછલા બે વર્ષથી ગૌતમ અદાણી તેમના પરિવારના સભ્યો અને તમામ રિપોર્ટનો અભ્યાસ કરતી હતી અને જીણવટભેર અભ્યાસ કર્યા બાદ 106 પેજનો રિપોર્ટ તૈયાર કર્યો છે,, જેમાં અદાણી ગ્રુપને કુલ 88 સવાલો પુછવામાં આવ્યા છે
એવું નથી કે હિંડનબર્ગ કંપનીએ પહેલી વખત કોઈ રિપોર્ટ તૈયાર કર્યો હોય અને રોકાણકારોએ તે રિપોર્ટ પર વિશ્વાસ કર્યો હોય,, હિંડનબર્ગે વર્ષ 2017માં અમેરિકાની RD લીગલ, પોશિંગ ગોલ્ડ, ઓપકો હેલ્થ, રોયલ બ્લોકચેન, બ્લૂમ એનર્જી, HF ફૂડ, નિકોલા, ટ્વિટર અને કેનેડાની એફ્રિયાનો પણ રિપોર્ટ તૈયાર કરી ખરબો કમાતી કંપનીને ખાખમાં મિલાવી હતી.
2020માં ઇલેક્ટ્રિક ટ્રક બનાવતી અમેરિકન કંપની નિકોલાના શેરની કિંમત ઝડપથી વધી રહી હતી. ત્યાર પછી સપ્ટેમ્બર મહિનામાં હિંડનબર્ગે નિકોલા કંપનીને લઈને એક રિપોર્ટ બહાર પાડ્યો, જેના પછી આ કંપનીના શેર 80% તૂટ્યા, તેમના અહેવાલમાં હિંડનબર્ગે દાવો કર્યો હતો કે નિકોલાએ તેમની કંપની અને વાહનો વિશે રોકાણકારોને ખોટી માહિતી આપી હતી.
આ સમાચાર મળતાં જ અમેરિકાના સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ કમિશને નિકોલાના માલિક સામે છેતરપિંડીનો ફોજદારી કેસ શરૂ કર્યો,નિકોલાના માલિક ટ્રેવર મિલ્ટનને દોષિત ઠર્યા બાદ 1000 કરોડ રૂપિયાથી વધુનો દંડ ભરવો પડ્યો હતો. જૂન 2020માં નિકોલા કંપનીનું મૂલ્ય 2.77 લાખ કરોડ રૂપિયા હતું, જે થોડા દિવસો પછી ઘટીને 11 હજાર કરોડ રૂપિયા થઈ ગયું.
હિંડનબર્ગે જે રિપોર્ટમાં સવાલો કર્યા છે તેનો જવાબ આપતા અદાણી ગ્રુપે કહ્યું કે,જે દસ્તાવેજોની વાત છે તે અદાણી ગ્રુપે જુદા-જુદા સમયે પહેલે થી જ જાહેર કર્યા છે,,,અદાણી ગ્રુપનું વધુમાં કહેવું છે કે 9 માથી 8 લિસ્ટેડ કંપનીનું ઓડિટ 6 મોટા ઓડિટર્સ કરે છે,, અને દેવાની જે વાત છે તે વાસ્તવમાં પ્રમોટર હોલ્ડિંગના 4 ટકા કરતા પણ ઓછું છે, કંપનીની બેલેન્સ સીટમાં કોઈ પ્રકારની છેડછાડ કરવામાં આવી નથી.
એક રિપોર્ટ પ્રમાણે અદાણી ગ્રુપ પર ભારતીય બેંકોનું લગભગ 80,000 કરોડનું દેવું છે,, અદાણી ગ્રુપના કુલ દેવાના જે 38 ટકા છે,, SBIએ 21 હજાર કરોડની લોન આપી છે,, જ્યારે પંજાબ નેશનલ બેંકે 7 હજાર કરોડની લોન આપી છે ,અદાણી ગ્રુપમાં LICનું 35 હજાર કરોડનું રોકાણ છે.
હવે અમે આપને એ પણ જણાવીશું કે,, શું LICના રોકાણકારોએ ચિંતા કરવી જોઈએ કે નહીં ?… સાચી હકીકત એ છે કે LICના 28 કરોડથી વધુ પૉલિસીધારક છે. એમની પાસેથી મળતા નાણાંનું રોકાણ LIC શેરો, સરકારી બૉન્ડ્ઝ સહિતની ઘણી સંપત્તિમાં કરે છે. તેમાંથી મળતા નાણાં LIC તેના પૉલિસીધારકોને આપે છે. LICના પૉલિસીધારકોમાં મોટો હિસ્સો મધ્યમ વર્ગ તથા પગારદાર કર્મચારીઓનો છે. તેથી LIC તેનો ઈન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો એવી રીતે તૈયાર કરશે કે વધુ જોખમ ન ઉઠાવવું પડે અને પૉલિસીધારકોને તેમના નાણાં નફા સાથે પાછા મળે, એવી આશા રાખવામાં આવે છે.
હિંડનબર્ગ રિપોર્ટ પછીની રાજકીય નિવેદનબાજી અને સોશિયલ મીડિયામાં અદાણી જૂથમાં LICના રોકાણ બાબતે સવાલ ઊઠી રહ્યા છે,, ત્યારે LICએ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.LICએ એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે તેણે પાછલાં ઘણાં વર્ષોમાં અદાણી જૂથની કંપનીઓના રૂ. 30,142 કરોડના શેર્સ ખરીદ્યા છે.
27 જાન્યુઆરીએ તેનો બજાર ભાવ રૂ. 56,142 કરોડ હતો. 31 ડિસેમ્બર, 2022 સુધીમાં શેર્સ તથા કરજ એમ બધું મળીને તેણે અદાણી જૂથની કંપનીઓમાં કુલ રૂ. 35,917 કરોડનું રોકાણ કર્યું છે. હાલ અદાણી જૂથમાં LICનું કુલ રૂ.36,474. 78 કરોડનું રોકાણ છે,, LICની કુલ એસેટ અન્ડર મેનેજમેન્ટ રૂ. 41.66 લાખ કરોડની છે અને આ રીતે અદાણી જૂથમાં તેના રોકાણની કુલ બૂક વેલ્યુ 0.975 ટકા જ છે.
મહત્વનું છે કે NSEએ અદાણી ગ્રુપના 3 શેરને ફેમવર્કમાં મુકવા જાણકારી આપી છે,,,આ સાથે જ 7 ફેબ્રુઆરી પહેલા ડાઉ જોન્સ સસ્ટેને બિલિટી ઇંડેક્સમાંથી હટાવી દેવાશે, તો ડાઉ જોન્સ પણ અદાણી એન્ટરપ્રાઈઝને તેમના ઇંડેક્સમાંથી પણ બહાર કરશે, આમ એક તરફ આરોપીની વણઝાર છે,, બીજી તરફ અદાણી ગ્રુપને એક બાદ એક ઝટકા મળી રહ્યા છે,જોકે બીજી તરફ ગ્લોબલ રેટિંગ એજન્સી ફિચેએ અદાણી ગ્રુપને રાહત આપી છે,,FITCH નું કહેવું છે કે તેમના ગ્રુપના કેશ ફ્લો પર હાલ કોઈ પ્રકારની અસર પડી નથી, જોકે FITCH સમગ્ર વિવાદ મામલે નજર રાખી રહ્યું છે.