બનાસકાંઠા પાલનપુરમાં આવેલા આદર્શ વિદ્યા સંકુલ સ્થિત માં અર્બુદાના ધામને 2020માં 25 વર્ષ પૂર્ણ થતા મહા યજ્ઞ યોજવાનો હતો… જો કે કોરોનાને કારણે તે યજ્ઞ યોજાઈ શક્યો ન હતો… આખરે ચૌધરી સમાજના લોકોની આતુરતાનો અંત આવી ગયો…
આજથી માં અર્બુદાના રજતો ત્સવ અંતર્ગત યોજાનાર 108 કુંડી સહસ્ત્ર ચંડી મહા યજ્ઞનો પ્રારંભ થયો છે… ત્રી દિવસય યોજાનાર આ મહાયજ્ઞમાં સમગ્ર દેશમાં વસતા ચૌધરી સમાજના લાખો લોકો આવનાર છે….આજથી શરુ થયેલો આ મહાયજ્ઞ 5 ફેબ્રુઆરી સુધી ચાલશે…
7 માળની વાંસથી યજ્ઞશાળા તૈયાર કરાઈ છે..જેમાં 108 યજ્ઞ કુંડ તૈયાર કરાયા છે…આ યજ્ઞમાં 600 જેટલા 4 વેદોના જાણકાર ભૂદેવો 1500 જેટલાં યજમાનોને આહુતિ અપાવશે…. યજ્ઞમાં દર્શનર્થે આવનાર લાખો લોકોના વાહનો પાર્ક કરવા 259 વીઘા જેટલી જમીન ફાળવવામાં આવી છે… જેમાં 6000 જેટલાં સ્વયંસેવકો ખડે પગે રહેશે… તો 100 વીઘા જેટલી જમીનમાં ભોજન કક્ષ તૈયાર કરાયા છે… જેમાં એક સાથે 50,000 જેટલાં લોકો માં અર્બુદાનો પ્રસાદ પ્રાપ્ત કરી શકશે…
https://www.instagram.com/reel/CoMcJQnjSrc/?utm_source=ig_web_button_share_sheet