યૂપીમાં ચૂંટણી પહેલા ઉત્તરપ્રદેશના બલરામપુરમાં PM મોદીએ સરયૂ નહેર રાષ્ટ્રીય પ્રોજેક્ટનું ઉદ્ધાટન કરતા અન્ય રાજકીય પક્ષો પર પ્રહાર પણ કર્યા.
ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવતા રાજકીય માહોલ ગરમાઈ ગયો છે..તમામ રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. વિકાસ કાર્યોના ઉદ્ધાટન થઈ રહ્યાં છે. PM મોદી ફરી એક વખત બલરામપુર પહોંચ્યા અને 9800 કરોડના સરયૂ નહેર પ્રોજેક્ટનું ઉદ્ધાટન કર્યું.જે સમયે તેમણે સપા સહિતના રાજકીય પક્ષો પર પ્રહાર પણ કર્યાં.
જો કે સરયૂ પ્રોજેક્ટના ઉદ્ધાટન પહેલા સપા સુપ્રિમો અખિલેશ યાદવે ટ્વીટ કરીને કહ્યું કે ત્રણ ચતુર્થાંશ કામ સપાના સમયમાં થઈ ગયું હતું તે પૂર્ણ કરવામાં ભાજપને પાંચ વર્ષ લાગ્યા.
બલરામપુરમાં pM મોદીએ CDS જનરલ રાવત સહિત અન્ય જવાનોને યાદ કરતા તેમના યોગદાનને બિરદાવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેમની સાંત્વના જવાનોના પરિવારની સાથે છે.