રાજનીતિમાં કંઈ જ કાયમી નથી હોતુ. આજે જે સાથે છે તે કાલે અલગ થઈ જાય છે અને ઉત્તરપ્રદેશમાં જેવી ચૂંટણી ખતમ થઈ કે હવે નારાજગી ફરી સપાટી પર આવી રહી છે. કોણ છે એ વ્યક્તિ જે સપાને ઝટકો આપવા જઈ રહ્યાં છે.
6 વર્ષ પહેલા જે નારાજગીની શરૂઆત થઈ હતી તે હજુ પણ ખતમ નથી થઈ. આ નારાજગી હતી પક્ષમાં પ્રથમ સ્તરે રહેવાની. વાત છે શિવપાલ યાદવની જેઓ સપા સંરક્ષક મુલાયમ સિંહ યાદવના ભાઈ છે જે પરંતુ તેમણે સપાની કમાન પોતાના બાદ ભાઈને ન આપતા પુત્ર અખિલેશને આપી..બસ આ જ નિર્ણયે શિવપાલ યાદવને બાગી બનાવી દીધી. પરંતુ મજબૂરીને કારણે ફરી ચૂંટણીમાં અખિલેશ સાથે આવ્યા. પરંતુ અખિલેશ યાદવે ન કોઈ બેઠક આપી અને તેમના ઉમેદવારોને સપાના સિમ્બોલ પર જ લડાવ્યા.
તાજેતરમાં યોજાયેલી ધારાસભ્ય દળની બેઠકમાં પણ કાકાને અવગણતા કાકા શિવપાલની નારાજગી ફરી સપાટી પર આવી ગઈ અને બુધવારે તેઓ મુલાયમ સિંહ યાદવ અને યૂપી CM યોગીને મળવા પહોંચ્યા..જો કે હાલ તો તેઓ કંઈ કહેવા તૈયાર નથી પરંતુ તેઓ કંઈ નકારી પણ નથી રહ્યાં જે સૂચક છે.
હવે શિવપાલ યાદવને ભાજપ દ્વારા રાજ્યસભામાં મોકલીને કાકા-ભત્રીજા વચ્ચેની કડવાશનો ફાયદો ઉઠાવવાની પટકથા પણ લખાઈ રહી છે. અપર્ણા યાદવ બાદ પરિવારમાંથી જ શિવપાલ યાદવ બીજા બાગી બનશે.