ભારતમાં ડિજિટલ કનેક્ટિવિટીને મજબૂત કરવા Jio SpaceX સાથે પાર્ટનરશિપ કરવાનું એલાન કર્યું છે. અને એક દિવસ પહેલા જ Airtel એ પણ સ્ટારલિંક સાથે આ અંગે કરાર કરીને સૌને ચોંકાવી દીધા હતા. ત્યારે આ કરારથી ભારતના નાગરિકોને કેવી રીતે ફાયદો થશે? આવો જાણીયે આ અહેવાલમાં.
Reliance Jio એ Elon Musk ની SpaceX સાથે પાર્ટનરશીપ કરી છે. જેના પછી Starlink સેવા ભારતમાં લાવવામાં આવશે. સ્ટારલિંક એક સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ સેવા આપતી કંપની છે. જે લાંબા સમયથી ભારતમાં તેની સેવા શરૂ કરવાનો પ્રયાસ કરી રહી છે. એક દિવસ પહેલા જ એરટેલે સ્પેસ એક્સ સાથે પાર્નરશીપની જાહેરાત પણ કરી હતી. જોકે, હજુ પણ ઘણા ભારતીય અધિકારીઓ પાસેથી મંજૂરીની રાહ જોવાઈ રહી છે. તે પછી જ ભારતમાં સ્ટારલિંક સેવા શરૂ થશે. સૌપ્રથમ જાણીયે કે આ સ્ટારલિંક શું છે?
સ્ટારલિંક શું છે?
- સ્ટારલિંક એક સેટેલાઇટ આધારિત હાઇ સ્પીડ ઇન્ટરનેટ સેવા છે.
- એલોન મસ્કની કંપની સ્પેસએક્સ દ્વારા આને વિકસાવવામાં આવી છે.
- જેના માટે મોબાઈલ ટાવર લગાવવાની જરૂર નથી.
- સ્ટારલિંક વિશ્વભરમાં હાઇ-સ્પીડ ઇન્ટરનેટ પ્રદાન કરવા માંગે છે.

હવે પ્રશ્ન થાય કે ભારતમાં સ્ટારલિંકની સેવાથી નાગરિકોને શું ફાયદો થશે
- ગ્રાહકોને સ્ટારલિંકની સેટેલાઈટ આધારિત બ્રોડબેન્ડ ઈન્ટરનેટ સેવા પૂરી પડાશે.
- આ સેવાની શરૂઆત ભારત સરકારની નિયામક મંજૂરી પર નિર્ભર રહેશે.
- છેવાડાના વિસ્તારો સુધી પણ હાઈ સ્પીડ, લો લેટન્સી ઈન્ટરનેટ પહોંચાડવામાં મદદ મળી જશે.
આ પણ વાંચો – Train Hijack: પાકિસ્તાનમાં ટ્રેન હાઇજેક, અનેક સૈનિકો માર્યા ગયા
જિયો માત્ર સ્ટારલિંક હાર્ડવેરનું વેચાણ નહીં કરે પરંતુ ઇન્સ્ટોલેશન અને એક્ટિવેશન સપોર્ટ પણ આપશે. જેથી ગ્રાહકો કોઈપણ મુશ્કેલી વિના કનેક્ટિવિટી મેળવી શકે. આ ભાગીદારીનું બીજું મહત્વનું પાસું એ છે કે સ્ટારલિંકની સેટેલાઇટ કનેક્ટિવિટી જિયોની હાલની બ્રોડબેન્ડ સેવાઓ જેવી કે જિયો એર ફાઈબર અને જિયો ફાઈબરને વધુ મજબૂત બનાવશે.