Raj Kapoorની 100મી જન્મજયંતિ 14મી ડિસેમ્બરે છે. આ અવસર પર Kapoor Family એ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે. તેમણે આ કાર્યક્રમ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું છે. તે જ સમયે, PM મોદી સાથેની મુલાકાતની તસવીરો પણ સોશિયલ મીડિયા પર સામે આવી છે, જેમાં Ranbir Kapoor, Alia Bhatt, Karina Kapoor, Saif Ali Khan, Neetu Kapoor, Karishma Kapoor અને Riddhima તેમજ Kapoor Family ના અન્ય સભ્યો પણ જોવા મળે છે.
PM મોદીએ સોશિયલ મીડિયા પર કપૂર પરિવાર સાથેની તેમની મુલાકાતનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં કપૂર પરિવારના સભ્યો તેમને મળ્યા પહેલા તેમના અનુભવો શેર કરતા જોવા મળે છે. PM મોદીએ કેપ્શનમાં લખ્યું, રાજ કપૂરજી એક શાનદાર અભિનેતા હતા, જેમના અભિનયથી બધા પ્રભાવિત થયા. તેમની 100મી જન્મજયંતિ નિમિત્તે કપૂર પરિવારને મળ્યો હતો.
આ પણ વાંચો – Bima Sakhi Yojana: શિક્ષિત મહિલાઓ માટે સ્વરોજગારીની નવી તક

કરીના કપૂર-કરિશ્માએ PM મોદી સાથેની મુલાકાતની કેટલીક ખાસ તસવીરો ઈન્સ્ટા પર શેર કરી છે. કપૂર બહેનોએ PM મોદી પાસેથી ઓટોગ્રાફ માગ્યો હતો. કરીનાએ એક ફોટો શેર કર્યો છે, જેમાં પીએમ મોદીએ લખ્યું છે – ટિમ અને જેહ… પેજ પર બંને બાળકોનાં નામ લખ્યાં બાદ PM મોદીએ પોતાનો ઓટોગ્રાફ આપ્યો.
રાજ કપૂરની 100મી જન્મજયંતિ
Raj Kapoor ની 100મી જન્મજયંતિ પર 13 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર સુધી ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન, રાજ કપૂરની ફિલ્મો 40 શહેરો અને 135 થિયેટરોમાં બતાવવામાં આવશે.