પેરિસ ઓલિમ્પિક 2024માં ગોલ્ડ મેડલ જીતનાર પાકિસ્તાનનો ભાલા ફેંક Arshad Nadeem વિવાદમાં ફસાયો છે. આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના આતંકી સાથે અરશદની મુલાકાતનો વીડિયો વાયરલ થયો છે. અરશદે આ મુલાકાત ઓલિમ્પિકમાં જીત બાદ કરી હતી.
લશ્કર-એ-તૈયબા સંયુક્ત રાષ્ટ્રની આતંકવાદી યાદીમાં સામેલ એક સંગઠન છે. તેના આતંકવાદી સંગઠનનો નેતા હાફિઝ સઈદ છે, જેણે મિલ્લી મુસ્લિમ લીગ નામની રાજકીય પાર્ટી બનાવી છે. Arshad Nadeem આ પાર્ટીના જોઈન્ટ સેક્રેટરી હરિસ ડારને મળ્યો છે. વીડિયોમાં આતંકી ડારે ગોલ્ડ મેડલ જીતવા બદલ અરશદ નદીમની પ્રશંસા કરી હતી. ડારે કહ્યું કે નદીમની જીત પર સમગ્ર મુસ્લિમ સમુદાયને ગર્વ છે.
પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર અરશદ નદીમને પાકિસ્તાન સરકારે 1 કરોડ રૂપિયા અને નવી બ્રાન્ડેડ કાર ભેટમાં આપી છે. અરશદ પાકિસ્તાનના ઈતિહાસમાં એથ્લેટિક્સમાં ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ખેલાડી છે.
આ પણ વાંચો: Neeraj Chopra: આ ખેલાડીએ મારી બાજી, ભારતને મળ્યો પ્રથમ સિલ્વર
પાકિસ્તાનના પંજાબ પ્રાંતની સરકારે અરશદને આ ઈનામ આપ્યું છે. પંજાબના મુખ્યમંત્રી મરિયમ નવાઝે અરશદના ગામની મુલાકાત લીધી અને તેને અને તેના પરિવાર સાથે મુલાકાત કરી. તેમજ મરિયમ નવાઝે અરશદને રોકડ પુરસ્કાર અને કારની ચાવી આપી હતી.
પાકિસ્તાની મીડિયાના અહેવાલ મુજબ અરશદના પિતા મજૂર છે. ટેલેન્ટ જોઈને ગામના લોકોએ અરશદની ટ્રેનિંગ માટે દાન એકત્ર કર્યું. પેરિસ ઓલિમ્પિકમાં અરશદની સીધી ટક્કર ભારતના નીરજ ચોપરા સાથે હતી. નીરજ સિલ્વર મેડલ લાવ્યો છે.
આ ઓલિમ્પિકમાં નદીમે 92.97 મીટર ભાલો ફેંકીને ઈતિહાસ રચ્યો છે. આ પહેલા નોર્સ એથ્લેટ થોર્કિલ્ડસેન એન્ડ્રીસે 2008માં બેઈજિંગ ઓલિમ્પિકમાં 90.57 મીટરનો રેકોર્ડ બનાવ્યો હતો.