મોદી સરકાર 3.0નું Budget 2024 23 જુલાઈએ રજૂ થશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત સાતમી વખત Budget 2024 રજૂ કરશે. બજેટ સત્ર 22 જુલાઈથી 12 ઓગસ્ટ સુધી ચાલશે. આમ કરનાર તે દેશના પ્રથમ નાણામંત્રી બનશે. અગાઉ મોરારજી દેસાઈએ સતત છ બજેટ રજૂ કર્યા હતા.
સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ શનિવારે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારની ભલામણ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેને મંજૂરી આપી છે. આ બજેટ નવી સરકારનું પ્રથમ પૂર્ણ બજેટ હશે. સરકારે ફેબ્રુઆરીમાં વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું.
આ વર્ષે એપ્રિલ અને મે મહિનામાં લોકસભાની ચૂંટણી યોજાવાની હતી, તેથી સરકારે 1 ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. નિર્મલા સીતારમણે પોતાનું બજેટ ગરીબો, મહિલાઓ, યુવાનો અને અન્નદાતા એટલે કે ખેડૂતો પર કેન્દ્રિત કર્યું હતું.
નિર્મલા સીતારમણ 23 જુલાઈના રોજ બજેટ રજૂ કરતી વખતે સતત સાતમી વખત આમ કરનાર દેશના પ્રથમ નાણામંત્રી બનશે. અગાઉ મોરારજી દેસાઈએ સતત 6 બજેટ રજૂ કર્યા હતા. જોકે, મોરારજીએ વધુમાં વધુ 10 વખત બજેટ રજૂ કર્યું હતું. તેમના પછી પી. ચિદમ્બરમ અને પ્રણવ મુખર્જીએ 9 વખત બજેટ રજૂ કર્યું. યશવંત રાવ ચવ્હાણ, સી. ડી. દેશમુખ અને યશવંત સિંહાએ 7 વખત બજેટ રજૂ કર્યું. મનમોહન સિંહ અને ટી. કૃષ્ણમાચારીએ 6 વખત બજેટ રજૂ કર્યું છે.
આ પણ વાંચો: Bajaj Freedom: વિશ્વની પ્રથમ CNG બાઇક વેચાણ માટે લોન્ચ