5 જુલાઈ, શુક્રવારે બ્રિટનમાં સત્તા પરિવર્તન થયું. શાસક કન્ઝર્વેટિવ પાર્ટી 14 વર્ષ પછી લેબર પાર્ટી સામે ચૂંટણી હારી ગઈ. થોડા કલાકો બાદ ભારતીય મૂળના ઋષિ સુનકે પ્રધાનમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. લેબર પાર્ટીના 61 વર્ષીય Keir Starmer દેશના 58માં પ્રધાનમંત્રી બન્યા છે.
ઋષિ સુનકે હાર સ્વીકારી છે અને પાર્ટીની માફી માંગી છે. તેમણે Keir Starmer ને પણ ફોન કરીને જીત માટે અભિનંદન પાઠવ્યા હતા. સામાન્ય ચૂંટણીમાં લેબર પાર્ટીને બમ્પર જીત મળી છે. પાર્ટીએ કુલ 650માંથી 412 સીટો જીતી છે. અને 2 બેઠકોના પરિણામ શનિવારે આવશે. સરકાર બનાવવા માટે 326 સીટોની જરૂર છે. બીજી તરફ, કન્ઝર્વેટિવને 120 બેઠકો મળી હતી. છેલ્લા 200 વર્ષમાં કન્ઝર્વેટિવ પાર્ટીની આ સૌથી મોટી હાર છે.
કીર સ્ટારમરે રશેલ રીવ્સને નાણામંત્રી તરીકે નિયુક્ત કરીને ઐતિહાસિક પગલું ભર્યું છે. આ પદ હાંસલ કરનાર તે પ્રથમ મહિલા છે. રીવ્ઝ 45 વર્ષની છે. તેણે પોતાના કરિયરની શરૂઆત બેંકિંગ સેક્ટરથી કરી હતી. આ સિવાય એન્જેલા રેનરને નાયબ વડાપ્રધાન પદ મળ્યું છે. રેનરને સમાનતા, આવાસ અને સમુદાયોના મંત્રીનો હવાલો પણ આપવામાં આવ્યો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રિટિશ સામાન્ય ચૂંટણીમાં મળેલી જીત બદલ લેબર પાર્ટીના નેતા કીર સ્ટારરને અભિનંદન અને શુભેચ્છા પાઠવી છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું કે તેઓ બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવાની આશા રાખે છે.
આ સાથે, પીએમ મોદીએ ઋષિ સુનકના નેતૃત્વની પ્રશંસા કરી અને તેમના કાર્યકાળ દરમિયાન ભારત અને બ્રિટન વચ્ચેના સંબંધોને ગાઢ બનાવવામાં તેમના ‘સક્રિય યોગદાન’ બદલ આભાર વ્યક્ત કર્યો.
આ પણ વાંચો: Hardik Pandya: T-20 ખેલાડીઓની રેન્કિંગમાં ઓલરાઉન્ડર શ્રેણીમાં ટોચ પર