સંસદ સત્રના છઠ્ઠા દિવસે વિપક્ષના નેતા Rahul Gandhi એ 20 થી વધુ મુદ્દાઓ પર મોદી સરકાર અને ભાજપને ઘેર્યા હતા. તેમણે હિન્દુઓ, અગ્નિવીર, ખેડૂતો, મણિપુર, NEET, બેરોજગારી, નોટબંધી, GST, MSP, હિંસા, ભય, ધર્મ, અયોધ્યા, ગુજરાત, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, અદાણી-અંબાણી, પ્રધાનમંત્રી અને સ્પીકરની ચર્ચા કરી.
શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી
Rahul Gandhi 90 મિનિટના ભાષણની શરૂઆત બંધારણની નકલ બતાવીને કરી હતી. ભાષણ દરમિયાન શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. રાહુલે અગ્નિવીર, પીએમ મોદીના ભગવાન સાથે સીધા જોડાણ અને ખેડૂતો માટેના MSP કાયદા વિશે વાત કરી. આના પર પીએમ બે વાર, અમિત શાહ-રાજનાથ સિંહે ત્રણ-ત્રણ વાર, શિવરાજ ચૌહાણ, કિરેન રિજિજુ અને ભૂપેન્દ્ર યાદવ એક-એક વાર ઉભા થયા.
હિન્દુ મુદ્દે સંસદમાં હોબાળો
રાહુલ ગાંધીના એક નિવેદનથી સદનમાં ભારે હોબાળો થયો હતો. લોકસભામાં આજે રાહુલ ગાંધીએ કહ્યું, “હિંદુત્વ ડર, નફરત અને જૂઠ ફેલાવતું નથી. પરંતુ જેઓ પોતાને હિંદુ કહે છે તેઓ હિંસા અને નફરત ફેલાવવા માટે 24 કલાક કામ કરે છે. રાહુલ ગાંધીના આ નિવેદન પર ગૃહમાં ભારે હોબાળો થયો હતો.” આ પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાની જગ્યાએથી ઉભા થયા. તેમણે કહ્યું,”સમગ્ર હિંદુ સમાજને હિંસક કહેવું ખૂબ જ ગંભીર બાબત છે.”
હવે મોદી સરકારના મંત્રી અને ભાજપના પૂર્વ અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. તેમણે પોસ્ટમાં લખ્યું કે, રાહુલ ગાંધીએ હિન્દુ સમાજની માફી માંગવી જોઈએ. વિપક્ષના નેતા હવે 5 વખત સાંસદ છે પરંતુ તેઓ ન તો સંસદીય શિષ્ટાચાર શીખ્યા છે કે ન તો સભ્યતાની કોઈ સમજણ ધરાવે છે.
આ પણ વાંચો: IND vs SA: 17 વર્ષ બાદ T20 વર્લ્ડ કપ જીત્યો, દેશની થઈ શાનદાર જીત