સાઉદી અરેબિયાના Mecca શહેરમાં આ વર્ષે ખૂબ જ ગરમી પડી રહી છે. આ આકરી ગરમી વચ્ચે હજ યાત્રા દરમિયાન 1,300થી વધુ લોકોના મોત થયા હતા. સાઉદી અરેબિયાના સ્વાસ્થ્ય મંત્રીએ આ જાણકારી આપી હતી. આમાં મોટી સંખ્યામાં ભારતીય હજ યાત્રીઓનો પણ સમાવેશ થાય છે જેઓ થોડા સમય પહેલા હજ માટે સાઉદી અરેબિયા ગયા હતા.
મક્કામાં તાપમાન 50 ડિગ્રી
રાજ્ય ટેલિવિઝનએ મંત્રીને ટાંકીને જણાવ્યું હતું કે “Mecca માં તીર્થયાત્રીઓ પર્યાપ્ત આશ્રય અથવા આરામ વિના સીધા સૂર્યપ્રકાશમાં લાંબા અંતરની મુસાફરીને કારણે મૃત્યુ પામ્યા હતા.” મૃતકોમાં ઘણા વૃદ્ધ લોકો અને લાંબી બીમારીઓથી પીડિત લોકોનો પણ સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે, લગભગ 83 ટકા મૃત્યુ એવા લોકોમાં થયા છે જેમને તીર્થયાત્રા કરવા માટે અધિકૃત નથી. આ વર્ષે મક્કામાં તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું છે, જે હજ યાત્રીઓ માટે કોઈ આફતથી ઓછું નથી. 19 જૂનના રોજ, મુખ્ય મસ્જિદની નજીક, ભારતીય યાત્રાળુ ખાલિદ બશીર બજાજે કહ્યું હતું કે, તેણે આ વર્ષના હજ દરમિયાન ઘણા લોકોને જમીન પર બેભાન થતા જોયા છે.
ગરમી દર વર્ષે વધતી રહી છે. ત્યારે દુનિયાભરમાં વધતી ગરમીના કારણે મોતને ભેટતા લોકોની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. ખાસ સાઉદી અરેબિયાની વાત કરવામાં આવે તો અહીં પણ આકરી ગરમીએ મોટી સંખ્યામાં લોકોનો જીવ લીધો છે. સાઉદી અરેબિયાના આરોગ્ય મંત્રી ફહાદ અલ-જલાઝેલે રવિવારે જણાવ્યું હતું કે, આ વર્ષની હજ યાત્રા દરમિયાન અત્યાર સુધીમાં કુલ 1,301 લોકોના મોત થયા છે.
ઇસ્લામના પાંચ સ્તંભોમાંથી એક
હજ, એ ઇસ્લામના પાંચ સ્તંભોમાંથી એક છે અને તમામ સક્ષમ મુસ્લિમોએ તેને ઓછામાં ઓછું એકવાર કરવું જરૂરી છે. ગયા મહિને જાહેર કરાયેલા એક સાઉદી રિપોર્ટ અનુસાર, હજ યાત્રા પર હવામાન પરિવર્તનની નોંધપાત્ર અસર થઈ રહી છે, રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જ્યાં હજ કરવામાં આવે છે ત્યાં તાપમાન દર દાયકામાં 0.4 ડિગ્રી સેલ્સિયસ વધી રહ્યું છે. સાઉદી અરેબિયાના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વર્ષે મક્કાની ગ્રાન્ડ મસ્જિદમાં તાપમાન 51.8 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે.
આ પણ વાંચો: Anti Paper Leak Act: આરોપીઓની હવે ખેર નહીં!