IND v/s PAK ની ઐતિહાસિક મેચ રમાઈ. તેમાં પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનું નક્કી કર્યું હતું. ભારતીય ખેલાડીઓ શરૂઆતી ઓવરમાં જ ધીમી ગતિએ રમી રહ્યા હતા. જેથી ભારતનો સ્કોર ખુબ જ શરમજનક રહ્યો હતો. પાકિસ્તાનના બોલરોએ ભારતને માત્ર 119 રનમાં જ ઓલઆઉટ કરી નાખ્યા હતા. જેમાં ઋષભ પંચ સારૂ રમ્યા હતા. તેમણે 31 બોલમાં 42 રન બનાવ્યા હતા. જ્યારે વિરાટ કોહલી માત્ર 4 રન બનાવી આઉટ થયો હતો. રોહિલ શર્મા પણ આ વખતે કોઈ ખાસ ફોમ માં જોવા નથી મળ્યો કારણ કે, 12 રમી માત્ર 13 રન જ બનાવ્યા હતા. ભારતની 6 વિકેટે શાનદાર જીત થઈ હતી. ભારતની સામે પાકિસ્તાને 20 ઓવરમાં માત્ર 113 રન બનાવ્યા હતા.
વરસાદના કારણે IND v/s PAK મેચમાં મોડું થયું હતું. ટોસ 7:30 વાગ્યે નહીં પણ 8 વાગ્યે થયો હતો. રોહિત શર્મા અને બાબર આઝમ ટોસ કરવા મેદાનમાં પહોંચ્યા હતા. પ્રેઝેન્ટર રવિ શાસ્ત્રીએ રોહિત શર્માને કહ્યું કે સિક્કો ઉછાળો ત્યારે રોહિત ભૂલી ગયો હતો કે ટોસનો કોઇન તેના ખિસ્સામાં છે. તે પછી રોહિતે ખિસ્સામાંથી કોઈન કાઢીને ટોસ કર્યું. ટોસ પાકિસ્તાને જીત્યું અને ભારતને બેટિંગ કરવા માટે કહ્યું.
જસપ્રીત બુમરાહ 19મી ઓવર નાખવા આવ્યો હતો. ત્યારે પાકિસ્તાનને જીતવા માટે 21 રનની જરૂર હતી. બુમરાહે આ ઓવરમાં માત્ર 3 રન આપ્યા હતા. તેણે ઈફ્તિખાર અહેમદને પેવેલિયનમાં મોકલ્યો હતો. પાકિસ્તાન પર દબાણ વધ્યું. જેનો ફાયદો અર્શદીપે 20મી ઓવરમાં લીધો હતો.
મેચ પહેલા નાસાઉ સ્ટેડિયમ ઉપર એક વિમાન ઉડતું જોવા મળ્યું હતું. તેના પર એક બેનર લટકતું હતું, જેના પર લખ્યું હતું- ઈમરાન ખાનને મુક્ત કરો. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન ગયા વર્ષે ઓગસ્ટથી જેલમાં છે. તેમના પર તોશાખાના કેસમાં ભ્રષ્ટાચારનો આરોપ છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં યોજાયેલી સામાન્ય ચૂંટણી પહેલા ઈમરાનને 3 કેસમાં 31 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.
આ પણ વાંચો: Cabinet Ministers: PM મોદીની સૌથી મોટી કેબિનેટ, 30 મંત્રીઓએ લીધા શપથ