Gujarat Lok Sabha Election 2024નું મતદાન ગઈકાલે પૂર્ણ થયું. જેમાં 26 માંથી 25 બેઠકોમાં મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ખાસ કરીને શહેરી વિસ્તારમાં 33,513 મતદાન મથક, ગ્રામ્ય વિસ્તારમાં 17,275 મતદાન મથક, ગુજરાતમાં મહિલા સંચાલિત 1,225 મતદાન કેન્દ્રો ઊભા કરાયા હતા. આ વચ્ચે 24,893 મતદાન મથકો પરથી વેબકાસ્ટિંગ પણ કરવામાં આવ્યું. રાજ્યની 25 લોકસભા બેઠક અને 5 વિધાનસભા બેઠક પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થઇ ગયું હતું. કુલ 266 ઉમેદવારોનું ભાવી EVMમાં સીલ થઇ ગયું છે.
Gujarat Lok Sabha Election બાદ હવે 4જૂને પરિણામ પર સૌની નજર રહેશે. રાજ્યની 25 લોકસભા બેઠક પર સરેરાશ 59.51 ટકા તથા વિધાનસભાની 5 બેઠકો પર 56.70 ટકા મતદાન થયું છે. સૌથી વધુ મતદાન વલસાડમાં થયું હતું. વલસાડમાં કુલ 72.71 ટકા મતદાન થયું હતું.
ક્યા કેટલું થયું મતદાન?
- કચ્છ લોકસભા બેઠક પર 56.14 ટકા મતદાન
- બનાસકાંઠા લોકસભા બેઠક પર 69.62 ટકા મતદાન
- પાટણ લોકસભા બેઠક પર 58.36 ટકા મતદાન
- મહેસાણા લોકસભા બેઠક પર 59.86 ટકા મતદાન
- સાબરકાંઠા લોકસભા બેઠક પર 63.56 ટકા મતદાન
- ગાંધીનગર લોકસભા બેઠક પર 59.80 ટકા મતદાન
- અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર 54.72 ટકા મતદાન
- અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર 55.45 ટકા મતદાન
- સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર 55.09 ટકા મતદાન
- રાજકોટ લોકસભા બેઠક પર 59.69 ટકા મતદાન
- પોરબંદર લોકસભા બેઠક પર 51.83 ટકા મતદાન
- જામનગર લોકસભા બેઠક પર 57.67 ટકા મતદાન
- જૂનાગઢ લોકસભા બેઠક પર 58.91 ટકા મતદાન
- અમરેલી લોકસભા બેઠક પર 50.29 ટકા મતદાન
- ભાવનગર લોકસભા બેઠક પર 53.92 ટકા મતદાન
- આણંદ લોકસભા બેઠક પર 65.04 ટકા મતદાન
- ખેડા લોકસભા બેઠક પર 58.12 ટકા મતદાન
- પંચમહાલ લોકસભા બેઠક પર 58.85 ટકા મતદાન
- દાહોદ લોકસભા બેઠક પર 59.31 ટકા મતદાન
- વડોદરા લોકસભા બેઠક પર 61.59 ટકા મતદાન
- છોટાઉદેપુર લોકસભા બેઠક પર 69.15 ટકા મતદાન
- ભરૂચ લોકસભા બેઠક પર 69.16 ટકા મતદાન
- બારડોલી લોકસભા બેઠક પર 64.81 ટકા મતદાન
- નવસારી લોકસભા બેઠક પર 59.66 ટકા મતદાન
- વલસાડ લોકસભા બેઠક પર 72.71 ટકા મતદાન
આ ઉપરાંત ગુજરાતની 05 વિધાનસભાની બેઠકો પર પણ મતદાન થયું હતું. જણાવી દઈએ કે, ગુજરાતની એક સુરત બેઠક બિનહરીફ જાહેર થતા આ બેઠક પર મતદાન થયું ન હતું.
આ પણ વાંચો: 2019 Loksabha Elections: ગુજરાતની 26 બેઠક પર ખીલ્યું કમળ – FIRSTRAY NEWS