દેશમાં લોકસભા ચૂંટણીના બે તબક્કા પૂર્ણ થયા છે. ત્રીજા તબક્કા માટે, ગુજરાતની 26માંથી 25 બેઠક માટે 7 મેના રોજ એક સાથે મતદાન થશે. આ અંતર્ગત PM Modi તેમના સંસદીય ક્ષેત્ર ગાંધીનગર માટે મતદાન કરશે. તેઓ અમદાવાદના રાણીપમાં નિશાન વિદ્યાલયમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. અમદાવાદનો રાણીપ વિસ્તાર, જ્યાંથી વડાપ્રધાન મોદી મતદાર છે, તે સાબરમતી વિધાનસભા મત વિસ્તારનો ભાગ છે.

14 મેના રોજ ઉમેદવારી પત્ર ભરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાતમા તબક્કામાં વારાણસી બેઠક પર ચૂંટણી માટે 14 મેના રોજ ઉમેદવારી પત્ર ભરશે. તેઓ ઉમેદવારી પત્ર ભરવાના એક દિવસ પહેલા 13 મેના રોજ વારાણસીમાં એક મોટો રોડ શો કરશે. વડાપ્રધાન મોદીના નામાંકન પત્ર અને રોડ શોની તૈયારી કાર્યકર્તાઓએ શરૂ કરી દીધી છે. અધિકારીઓએ PM Modi ની બનારસ મુલાકાતની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. વડાપ્રધાન મોદી સતત ત્રીજી વખત વારાણસી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. વારાણસીમાં સાતમા તબક્કાનું એટલે કે છેલ્લા તબક્કાનું મતદાન 1 જૂને યોજાશે. 4 જૂને પરિણામ જાહેર થશે. વડાપ્રધાન મોદી ચૂંટણીના અંતિમ તબક્કા માટે 13 મેના રોજ સાંજે વારાણસી પહોંચશે. અહીં ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવશે. રોડ શો બાદ વડાપ્રધાન મોદી 13 મેના રોજ બનારસમાં રહેશે અને 14 મેના રોજ ઉમેદવારી પત્ર ભર્યા બાદ દિલ્હી પરત ફરશે.
નોમિનેશન ફોર્મ ભરવા માટે 06 દિવસનો સમય
હાઈકમાન્ડે વારાણસીમાં વડાપ્રધાનના નામાંકનને ઐતિહાસિક બનાવવાનો નિર્ણય લીધો છે. વારાણસીમાં સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન 1 જૂને થશે. જેના માટે 7 મે થી 14 મે દરમિયાન નામાંકન ભરવામાં આવશે. આઠમા દિવસે બીજા શનિવાર અને રવિવારની રજાના કારણે માત્ર છ દિવસમાં જ બેઠકો માટે નામાંકન ભરવાનું રહેશે.
આ પણ વાંચો: Goa: દેશનું સૌથી નાનું રાજ્ય, કોણ બનશે સરતાજ?