ભવ્ય દરિયાકિનારો અને સુંદરતાને લઈને ગોવા સમગ્ર વિશ્વના પ્રવાસીઓને આકર્ષે છે. આ સાથે Goa વસ્તીની દ્રષ્ટિએ દેશનું સૌથી નાનું રાજ્ય છે. ગોવા સૌથી નાનું રાજ્ય હોવા છતા મહત્વની બેઠકોમાંથી એક છે. ગોવા તેના સુંદર દરિયાકિનારા અને ભવ્ય સ્થાપત્ય માટે વિશ્વભરમાં જાણીતું છે. ગોવા એક સમયે પોર્ટુગલની વસાહત હતી. પોર્ટુગીઝોએ અહીં લગભગ 450 વર્ષ શાસન કર્યું. લાંબા સંઘર્ષ બાદ ગોવાને આઝાદી મળી છે. પોર્ટુગીઝોએ 19 ડિસેમ્બર 1961ના રોજ આ વિસ્તાર ભારતીય વહીવટીતંત્રને સોંપી દીધો હતો. ગોવામાં કુલ 1,424 ચોરસ કિલોમીટરથી વધુનો જંગલ વિસ્તાર છે. જે ગોવા રાજ્યના કુલ વિસ્તારના લગભગ એક તૃતીયાંશ ભાગને આવરી લે છે. ગોવામાં કાજુ, કેરી, જેકફ્રૂટ અને અનાનસ પૂરતી માત્રામાં ઉગાડવામાં આવે છે. ગોવામાં લોકસભાની કુલ 2 બેઠકો છે. ઉત્તર ગોવા અને દક્ષિણ ગોવા આ બે બેઠકના નામ છે. ગોવામાં હાલ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે.
ગોવામાં મુખ્ય રાજનૈતિક દળ
Goa માં મુખ્ય રાજનૈતિક દળ વિશે વાત કરીએ તો, એ છે ભાજપ, કોંગ્રેસ, મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટી એટલે MAG, રિવોલ્યુશનરી ગોઆન્સ પાર્ટી એટલે RGP અને આમ આદમી પાર્ટી ગોવામાં લોકસભાની કુલ બે બેઠકો છે. અહીં ત્રીજા તબક્કામાં 7 મેના રોજ મતદાન થશે. ચૂંટણીના પરિણામો 4 જૂને આવશે.
ઉત્તર ગોવા લોકસભા બેઠક

દક્ષિણ ગોવા લોકસભા બેઠક

આ વખતે પણ ભાજપે ઉત્તર ગોવા લોકસભા બેઠક પરથી શ્રીપદ નાઈકને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે કોંગ્રેસે રમાકાંત ખલાપને ઉત્તર ગોવા બેઠકથી ઉમેદવાર બનાવ્યા છે. અને સાઉથ ગોવા બેઠક પર એક આશ્ચર્યજનક નામ સામે આવ્યું છે. અને તે નામ છે પલ્લવી ડેમ્પો જેમને ભાજપે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. પલ્લવી પ્રથમ એવા મહિલા છે જેમને ભાજપે સાઉથ ગોવામાં લોકસભા ચૂંટણી માટે ટિકિટ આપી છે. જ્યારે કેપ્ટન વિરિયાટો ફર્નાન્ડિસ કોંગ્રેસ ઉમેદવાર છે.
2019માં ભાજપ-કોંગ્રેસ પાસે 01-01
2011ની વસ્તી ગણતરી મુજબ ગોવાની કુલ વસ્તીના 66% થી વધુ હિંદુઓ છે જ્યારે લગભગ 25% ખ્રિસ્તીઓ છે. ત્યાં લગભગ 8 ટકા મુસ્લિમ ધર્મના લોકો રહે છે. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે બંને બેઠકો જીતી હતી. પરંતુ 2019ની ચૂંટણીમાં ભાજપે એક બેઠક ગુમાવી હતી. આ બેઠક કોંગ્રેસના ખાતામાં ગઈ હતી. મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટીએ પણ હારનો સામનો કર્યો હતો. આમ આદમી પાર્ટીએ પણ અહીં પોતાનું નસીબ અજમાવ્યું પરંતુ તેને કોઈ ફાયદો થયો નહીં. હવે જોવાનું રહ્યું કે આ વખતે પણ 2019ની જેમ ભાજપ અને કોંગ્રેસના ખાતામાં એક-એક બેઠક જશે, કે પછી ફરી પરિવર્તનની લહેર આવશે.
આ પણ વાંચો: EVM-VVPAT મેચિંગની તમામ અરજીઓ ફગાવી