4 એપ્રિલ 2023ના રોજ અમેરિકાની બે અલગ-અલગ કોર્ટમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સ સંબંધિત બે કેસની સુનાવણી થઈ હતી. સ્ટોર્મીને ગુપ્ત રીતે પૈસા ચૂકવવાના કરવાના કેસમાં ટ્રમ્પ મેનહટન કોર્ટમાં હાજર થયા હતા, જ્યારે કેલિફોર્નિયાની કોર્ટમાં દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં કોર્ટે ટ્રમ્પને રાહત આપી છે.
4 એપ્રિલ 2023ના રોજ વિશ્વની નજર મેનહટન કોર્ટ પર હતી, જ્યાં યુએસ ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને ગુપ્ત પૈસાની ચૂકવણીના સંબંધિત કેસમાં કોર્ટમાં હાજર થયા હતા. ટ્રમ્પ કોર્ટમાં પહોંચતાની સાથે જ ન્યૂયોર્ક પોલીસે તેમની ધરપકડ કરી લીધી હતી. ટ્રમ્પને કડક સુરક્ષા વચ્ચે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પરંતુ ન્યૂયોર્કમાં ચાલી રહેલા આ કોર્ટથી લગભગ ત્રણ હજાર માઈલ દૂર કેલિફોર્નિયામાં ટ્રમ્પ સાથે સંબંધિત અન્ય કેસની સુનાવણી ચાલી હતી.
ન્યૂયોર્કની 9મી યુએસ સર્કિટ કોર્ટ ઓફ અપીલ્સમાં સ્ટોર્મી ડેનિયલ્સ દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસની સુનાવણી મંગળવારે પૂર્ણ થઈ હતી. વાસ્તવમાં સ્ટોર્મીએ 2018માં ટ્રમ્પ વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ રિપોર્ટમાં અમે તમને મંગળવારે વ્યવસ્થિત રીતે ટ્રમ્પ સાથે જોડાયેલી આ બે બાબતો વિશે જણાવી રહ્યા છીએ.
શું ટ્રમ્પે પોર્ન સ્ટારને મો બંધ રાખવાના આપ્યા હતા નાણા?
મંગળવારે બધાની નજર મેનહટન કોર્ટહાઉસ પર હતી. જે 2016ની પ્રમુખપદ મેળવવા માટે પોર્ન સ્ટાર સ્ટોર્મીને તેનું મોં બંધ રાખવા માટે ટ્રમ્પની ટીમ તરફથી જંગી ચૂકવણી કરવામાં આવી હતી. આ કેસની સુનાવણી ભારતીય સમય અનુસાર રાત્રે 11.45 વાગ્યે શરૂ થઈ હતી. આ પહેલા ટ્રમ્પ કોર્ટમાં પહોંચતાની સાથે જ ન્યૂયોર્ક પોલીસે તેમની ધરપકડ કરી હતી.
કોર્ટમાં ટીવી-મીડિયાને પ્રસારણ પર મુકાયો હતો પ્રતિબંધ
ટ્રમ્પની કોર્ટમાં હાજરી પહેલા ન્યૂયોર્ક સુપ્રીમ કોર્ટના જજ જુઆન માર્ચેને કહ્યું હતું કે, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિની કોર્ટમાં સુનાવણી દરમિયાન ટીવી કેમેરાને મંજૂરી આપવામાં આવશે નહીં.
આખરે શું છે આખો મામલો?
ડોનાલ્ડ ટ્રમ્પ જે કેસમાં સંડોવાયેલા છે તે વર્ષ 2016માં રાષ્ટ્રપતિ બન્યા તે પહેલાનો છે. આરોપ છે કે ટ્રમ્પે એડલ્ટ સ્ટારને મોં બંધ રાખવા અને તેની સાથે અફેર હોવાની વાતને જગજાહેર ન કરવા માટે $1.30 લાખ આપ્યા હતા. એડલ્ટ સ્ટાર સ્ટોર્મીએ આરોપ લગાવ્યો છે કે નેવાદામાં સેલિબ્રિટી ગોલ્ફ ટુર્નામેન્ટ દરમિયાન ટ્રમ્પે તેણીને હોટલના રૂમમાં બોલાવ્યા હતા અને તેણીને ટીવી સ્ટાર બનાવવાનું વચન આપ્યું હતું.
સ્ટોર્મી ડેનિયલ્સ છે કોણ ?
એડલ્ટ ફિલ્મ સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સનું સાચું નામ સ્ટેફની ગ્રેગરી ક્લિફોર્ડ છે. તેનો જન્મ 17 માર્ચ 1979ના રોજ લ્યુઇસિયાનામાં થયો હતો. સ્ટોર્મી લ્યુઇસિયાનામાં મોટી થઈ અને પૈસા કમાવવા માટે હાઈસ્કૂલ દરમિયાન સ્ટ્રીપ ક્લબમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. બાળપણમાં જ તેના માતા-પિતાએ છૂટાછેડા લીધા હતા અને પછી તેનો ઉછેર તેની માતાએ કર્યો હતો. એક રિપોર્ટ અનુસાર 9 વર્ષની ઉંમરે સ્ટોર્મીનું એક મોટી ઉંમરના વ્યક્તિ દ્વારા યૌન શોષણ કરવામાં આવ્યું હતું. વર્ષ 2000માં સ્ટોર્મી મોટી સ્ટ્રીપ ડાન્સર બની ગઈ હતી. આ દરમિયાન તેની મુલાકાત ડેવોન મિશેલ સાથે થઈ હતી. મિશેલ જ તેને એડલ્ટ ફિલ્મોમાં લઈ ગઈ અને તે પછી ડેનિયલ્સની એડલ્ટ ફિલ્મ અમેરિકન ગર્લ્સ 2 આઈ સ્ટોર્મીએ ઘણા પ્રખ્યાત મેગેઝીન માટે શૂટિંગ કર્યું હતું. જેમાં પ્લેબોય, હસ્ટલર, પેન્ટહાઉસ, હાઈ સોસાયટી, જીક્યુ અને એફએચએમનો સમાવેશ થાય છે.