ભૂકંપના કારણે તુર્કી અને સીરિયામાં ભયંકર તબાહી સર્જાઈ છે. તુર્કીમાં 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જે બાદ વધુ એક ભૂકંપ 7.6ની તીવ્રતાનો ફરી આંચકો આવ્યો હતો. ભૂકંપથી અત્યાર સુધીમાં 4000થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે 10,000થી વધુ લોકો ઘાયલ થયા છે. આ વિનાશ બાદ તુર્કીમાં ભૂકંપના વધુ 3 આંચકા અનુભવાયા હતા.
ભૂકંપના કારણે તુર્કી અને સીરિયામાં ભયંકર તબાહી સર્જાઈ છે.. ભૂકંપમાં 2800થી વધુ ઈમારતો ધરાશાયી થઈ હતી અને કાટમાળની અંદરથી 2400થી વધુ લોકોને બચાવી લેવાયા છે. તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપ બાદ ભારતે મદદનો હાથ લંબાવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અંગે શોક વ્યક્ત કર્યો હતો અને તમામ સહાય મોકલવાનું આશ્વશન આપ્યું છે…ભારતની NDRFના 100 સભ્યોની ટીમ, ડોગ સ્કવોડ, ડોક્ટરની ટીમ, રાહત સામગ્રી પણ મદદ માટે તુર્કી મોકલવામાં આવી. એલ્બિસ્તાન તુર્કીમાં બીજા 7.5 તીવ્રતાના ભૂકંપનું કેન્દ્ર હતું. જ્યારે બીજી વખત ભૂકંપ આવ્યો ત્યારે લોકો તુરંત જ ઘરોમાંથી બહાર નીકળીને રસ્તાઓ પર એકઠા થયા હતા.
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ભારે તીવ્રતાના ભૂકંપ બાદ આફ્ટરશોક આવવાના કારણે તુર્કીમાં વધુ તબાહી થઈ શકે છે.. જે ઈમારતો પહેલીવાર ધરતીકંપમાં ઉભી રહી હતી તે બીજી વખત ભૂકંપ આવતાં જ ધરાશાયી થઈ હતી. ભારે ભૂકંપના કારણે અત્યાર સુધી આ તમામ ઈમારતો ઘણા આંચકા સહન કરી ચૂકી છે, પરંતુ ભવિષ્યમાં જો સહેજ પણ ભૂકંપ આવે તો તે જમીનદોસ્ત થતાં વાર નહીં લાગે. જો આવું થાય તો માત્ર વિનાશ જ નહીં, પરંતુ લોકોના જીવ બચાવવા મુશ્કેલ બની જશે. સાથે જ અબજો રૂપિયાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ નષ્ટ થઈ શકે છે.
આ ભૂકંપ કૈરો, લેબનોન અને સાયપ્રસ જેટલા દૂરના દેશોમાં પણ અનુભવાયો હતો.. ભારે ભૂકંપના કારણે તુર્કીએ સાવચેતીના ભાગરૂપે ભૂમધ્ય સમુદ્ર કિનારે સેહાન નિકાસ ટર્મિનલ પર તેલનો પ્રવાહ અટકાવ્યો હતો. જોકે ક્રૂડ સપ્લાય કરતી પાઈપલાઈન્સ પર કોઈ લીક જોવા મળ્યું નથી.
ઈસ્તાંબુલ ટેકનિકલ યુનિવર્સિટીના ભૂસ્તરશાસ્ત્રના પ્રોફેસરે કહ્યું કે, 1939 પછી તુર્કીમાં આ ભૂકંપ સૌથી શક્તિશાળી હતો જ્યારે પૂર્વી શહેર એર્ગિનકાનમાં શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો તે સમયે 33,000 લોકોના મોત થયા હતા.. તુર્કી વિશ્વના સૌથી સક્રિય સિસ્મિક ઝોનમાં સ્થિત છે જ્યાં મોટા ભૂકંપના આંચકાઓનો સતત ભય રહે છે. અગાઉ 1999માં ઉત્તરપશ્ચિમ તુર્કીમાં શક્તિશાળી ભૂકંપમાં લગભગ 18,000 લોકો માર્યા ગયા હતા.. જેમાં ઈસ્તંબુલમાં લગભગ 1,000 લોકો હતા. દેઉઝ એ 7.4 ની તીવ્રતાના ભૂકંપથી પ્રભાવિત વિસ્તારોમાંથી એક હતો જે દાયકાઓમાં તુર્કીને સૌથી ખરાબ અસર કરે છે.જાન્યુઆરી 2020માં ઓક્ટોબરમાં એજિયન સમુદ્રમાં 7.0 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેમાં 114 લોકો મોત થયા હતા. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વેના જણાવ્યા પ્રમાણે, 7.8 તીવ્રતાના ભૂકંપ પછી 18 આફટર શૉક રેકોર્ડ કરવામાં આવ્યાં, જેની તીવ્રતા 4થી વધારે હતી. પહેલા ભૂકંપ પછી આવેલા 7 મોટા ભૂકંપના ઝટકાની તીવ્રતા 5થી વધારે હતી.