સુપ્રીમ કોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો જેને સાંભળીને સૌકોઇના હોશ ઉડી ગયા.. કેસ હતો પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાનો..જેમની હત્યામાં દોષીતને સુપ્રીમ કોર્ટે મુક્ત કરવાનો નિર્દેશ કર્યો.
રાજીવ ગાંધી હત્યાકાંડમાં દોષી પેરારિવલનની જનમટીપ સસ્પેન્ડ થવી જોઇએ અને તેને મુક્ત કરવામાં આવે- સુપ્રીમ કોર્ટ
18 મેના રોજ સુપ્રીમ કોર્ટમાં જસ્ટીસ એલ નાગેશ્વર રાવે, બીઆર ગવઇ અને એસએસ બોપન્નાની ખંડપીઠે આર્ટીકલ 142નો ઉપયોગ કરીને આ નિર્ણય સંભળાવ્યો. કોર્ટે આ આર્ટિકલનો ઉપયોગ સંપૂર્ણ ન્યાય માટે કર્યો. કારણ કે તેની દયા અરજી વર્ષોથી અટકેલી હતી. મુક્તિના સમાચાર સાંભળતા જ પેરારિવલને કહ્યું કે ‘મારી માતાનો 31 વર્ષનો સંઘર્ષ આખરે સફળ થયો’
શું છે પેરારિવલનની કહાણી ?
પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા માટે પેરારિવલને 9 વોલ્ટની બે બેટરી સપ્લાય કરી હતી. 19 વર્ષની ઉંમરમાં તેની ધરપકડ થઇ હતી. તેને ફાંસીની સજા થઇ. આ સજા જનમટીપમાં ફેરવાઇ. અને હવે તે 50 વર્ષની વયે મુક્ત થઇ રહ્યો છે. સમગ્ર ઘટનાક્રમ પર નજર કરીએ તો
શું છે સમગ્ર ઘટનાક્રમ ?
1999માં સુપ્રીમ કોર્ટે તેને ફાંસીની સજા સંભળાવી હતી
2001માં દયા અરજી રાષ્ટ્રપતિએ રદ કરી દીધી હતી
9 સપ્ટેમ્બર 2011માં ફાંસીની તારીખ નક્કી કરાઇ
ફાંસીના એક દિવસ પહેલા તમિલનાડુ સરકારે પ્રસ્તાવ રજૂ કર્યો
દોષિયોની મોતની સજા ઓછી કરવાની માગ હતી
હાઇકોર્ટે ફાંસીના આદેશ પર સ્ટે લગાવ્યો
2013માં SCના જસ્ટીસ ટીએસ થોમસનો નિર્દેશ
23 વર્ષ જેલમાં રાખ્યા બાદ ફાંસી આપવી યોગ્ય નહીં
2014માં સુપ્રીમ કોર્ટે ફાંસીની સજાને જનમટીપમાં ફેરવી
બાદમાં પેરારિવલનની સજા માફ કરવાની અરજી થઇ
તમિલનાડુના રાજ્યપાલ પાસે 7 વર્ષથી અરજી પેન્ડીંગ હતી
સુપ્રીમ કોર્ટે 142નો ઉપયોગ કરીને સજા માફ કરી
આ સમાચાર સાંભળતા જ પેરેરિવલના પરિવારમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો.