અક્ષય કુમારની ફિલ્મ પૃથ્વીરાજનું ટ્રેલર આવી ગયું છે, ટ્રેલર પરથી અને ફિલ્મ ક્રિટિક્સ અનેક ક્યાસ લગાવી રહ્યા છે, ઘણા લોકોનું કહેવું છે કે પૃથ્વીરાજમાં અક્ષયનો સૌથી બેસ્ટ પર્ફોમન્સ જોવા મળશે. જ્યારે ઘણા લોકોનું કહેવું છે કે તેઓ આ ફિલ્મ બાદ ફીકા પડી જશે.
ફિલ્મ પૃથ્વીરાજની ચર્ચા લાંબા સમયથી ચાલી રહી છે. ફિલ્મમાં ભારતના સૌથી બહાદુર સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની ગાથાને દર્શાવવામાં આવી છે. ફિલ્મમાં અક્ષય કુમાર સમ્રાટ પૃથ્વીરાજના રોલમાં જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર 9 મેના રોજ રિલિઝ થઇ ગયું છે અને ટ્રેલરમાં એક શાનદાર વાર્તા અને સ્ટારકાસ્ટનો પુરાવો સિનેમા લવર્સને આપી દીધો છે.
શું અક્ષય કુમાર દેખાડી શકશે દમ ?
જો આપે ફિલ્મનું ટ્રેલર જોયું હશે તો આપને ચોક્કસ કંઇક તો અટપટુ લાગ્યું હશે. તે મુંઝવણ બીજું કંઇ નહીં પરંતુ ખુદ અક્ષય કુમાર છે. અક્ષયને પહેલા ક્યારેય આવા રોલમાં દર્શકોએ નથી જોયો. અક્ષય કુમાર પોતાની કોમેડી, કોમિક ટાઇમિંગ, લાઇટ હાર્ટેડ ફિલ્મ અને દેશભક્તિ પર આધારિત ફિલ્મો માટે જાણીતા છે. પરંતુ તેમણે ક્યારેય આવી ઐતિહાસિક ડ્રામા મુવી નથી કરી. અક્ષય કુમાર પૃથ્વીરાજની ભૂમિકામાં સ્યુટ પણ નથી થતાં.