2019થી લઇને અત્યાર સુધી જાણે વિશ્વ પર માઠી બેઠી હોય તેમ એક પછી એક આપત્તિઓ આવતી જ જાય છે. પહેલા કોરોનાએ રડાવ્યા..વિશ્વમાં કોરોનાએ એવી તો તબાહી મચાવી કે આખા વિશ્વમાં વેપારધંધા રોજગાર પડી ભાંગ્યા..ત્યારે કોરોનાનો કહેર હજી તો ઓસર્યો નથી ને વિશ્વ પર વધુ એક મુશ્કેલી આવી છે, અને તે છે વૈશ્વિક મંદીની..અને આ મંદીનો માર લાવી શકે છે યૂક્રેન સંકટ.
મોંઘવારી માટે તૈયાર રહો
ક્રૂડ ઓઇલ 95 ડોલર પ્રતિ બેરલ થયું
હજુ 100 ડોલર થવાની શક્યતા
ક્રૂડ ઓઇલમાં 8 વર્ષનો તૂટ્યો રેકોર્ડ
પેટ્રોલ-ડીઝલના ભાવ 15-20 રૂપિયા વધી શકે છે
વાહન ચલાવવું મોંઘું થશે
ટ્રાન્સપોર્ટેશન મોંઘું થશે
ટેક્સી-ઑટો,બસના ભાડા વધશે
ખાણી-પીણીની ચીજવસ્તુઓ મોંઘી થશે
LPG-CNGના ભાવ 10થી 15 રૂપિયા વધશે
કૂકીંગ થશે મોંઘુ
સોનાનો ભાવ 50 હજારને પાર
52 હજારને પાર પહોંચી શકે છે સોનું
10 ગ્રામ ચાંદીનો ભાવ 65 હજાર રૂપિયા
જ્વેલરી થશે મોંઘી
વાહનોની કિંમતમાં થશે વધારો
એલ્યુમિનિયમ અને તાંબાના ભાવમાં પણ વધારો
મોબાઇલ-ટેબલેટના ભાવ પણ વધશે
ગ્લોબલ પ્રોડક્શનમાં રશિયાની સૌથી મોટી ભાગીદારી છે
પેલેડિયમ 45.6%
પ્લેટિનમ 15.1%
ગોલ્ડ 9.2%
સિલ્વર 2.6%
ઓઈલ 8.4%
ગેસ 6.2%
નિકલ 5.3%
ઘઉં 5%
એલ્યુમિનિયમ 4.2%
કોલસા 3.5%
કોપર 3.3%
સિલ્વર 2.6%
જો રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધ થશે તો ભારતને થશે મોટી અસર.
ભારતને રાજકીય-આર્થિક બંને રીતે નુકસાન થશે
ભારત ક્રૂડ ઓઈલ માટે આયાત પર જ નિર્ભર
મોંઘુ ક્રૂડ ઓઈલ ભારતનું આયાત બિલ વધારશે
વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો આવશે
યૂક્રેનમાં ભારતીય વિદ્યાર્થીઓને લાવવાનો પડકાર
માત્ર ભારતને જ નહીં પરંતુ વિશ્વના મોટા ભાગના દેશોને થશે માઠી અસર.
યુદ્ધથી દુનિયાને કેટલી અસર થશે ?
ગ્લોબલ માર્કેટ પર માઠી અસર પડશે
કોમોડિટી માર્કેટમાં રશિયાનો ખૂબ મોટો રોલ
ક્રૂડ ઓઈલની કિંમત વધી જશે
બેઝ મેટલની કિંમતમાં પણ વધારો થશે
યુરોપમાં નેચરલ ગેસ અને ઈલેક્ટ્રિસિટીના રેટ વધશે
રશિયા દુનિયામાં સૌથી વધારે ઘઉંની નિકાસ કરે છે
ઈજિપ્ત, તુર્કી, બાંગ્લાદેશ 50 ટકા ઘઉંની આયાત રશિયાથી કરે છે
અમેરિકા ઇંગ્લેન્ડમાં તો અત્યારથી જ આર્થિક સંકટ તોળાઇ રહ્યું છે.
અમેરિકા-ઇંગ્લેન્ડને માઠી અસર
અમેરિકામાં મોંઘવારીએ 40 વર્ષનો રેકોર્ડ તોડ્યો
ઇંગ્લેન્ડમાં 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો
રોકાણકારોમાં ભયનો માહોલ બનશે
બોન્ડમાં રોકાણનું પ્રમાણ વધશે
સોનાની કિંમતમાં પણ વધારો થશે
સોનું અત્યારે 50 હજારની કિંમત પર છે
વૈશ્વિક ફલક પર ઘઉંના ઉત્પાદનમાં રશિયાનું સૌથી મોટું યોગદાન છે.
વૈશ્વિક ઘઉંના નિકાસમાં રશિયાનું મોટું યોગદાન
બંને દેશમાંથી આયાત-નિકાસનો એકમાત્ર રસ્તો બ્લેક સી
યુદ્ધ થશે તો બ્લેક સીથી સપ્લાય બંધ થશે
ખાદ્ય ફુગાવામાં ઉછાળો આવશે
ઇંધણ ફુગાવો પહેલેથી જ આસમાને છે
મકાઇના નિકાસમાં યૂક્રેન વિશ્વમાં ત્રીજા ક્રમે
ઘઉંના નિકાસમાં યૂક્રેન ચોથા ક્રમે છે
યુરોપમાં દેશોમાં નેચરલ ગેસ રશિયાથી સપ્લાય થાય છે જે ખોરવાશે.
35 ટકા નેચરલ ગેસ માટે યુરોપ રશિયા પર આધારિત
ગેસ સપ્લાય પાઇપલાઇનથી થાય છે
યુદ્ધની સ્થિતિમાં તેલ અને ગેસ સપ્લાય ખોરવાશે
જેને પગલે તેની કિંમતમાં પણ વધારો થશે
ક્રૂડ ઓઇલનો ભાવ 150 ડોલર સુધી પહોંચી શકે છે
ગ્લોબલ GDPમાં 0.9 ટકાનો ઘટાડો થશે