2024ની લોકસભા ચૂંટણી માટે સોમવારે 6 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની 49 બેઠકો માટે 5th Phase Voting મતદાન સમાપ્ત થયું. કુલ 62.14% 5th Phase Voting થયું હતું. સૌથી વધુ મતદાન પશ્ચિમ બંગાળમાં 78.45% અને સૌથી ઓછું મહારાષ્ટ્રમાં 56.89% હતું. બિહારમાં 56.76%, જમ્મુ-કાશ્મીરમાં 59.10%, ઝારખંડમાં 63.02%, લદ્દાખમાં 69.62%, મહારાષ્ટ્રમાં 56.89%, ઉત્તર પ્રદેશમાં 58.02% અને પશ્ચિમ બંગાળમાં 78.45% મતદાન થયુ છે.

પાંચમાં તબક્કામાં મતદાન
પાંચમાં તબક્કામાં 20 મેના રોજ મહારાષ્ટ્રની 13, ઉત્તર પ્રદેશની 14, પશ્ચિમ બંગાળની 07, બિહારની 05, ઝારખંડની 03, ઓડિશાની 05, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખની એક-એક બેઠક પર મતદાન થયું.
બારામુલ્લા લોકસભા બેઠક સૌથી વધુ મતદાન
આ સિવાય ઓડિશા વિધાનસભાની બીજા તબક્કાની 35 બેઠકો પર 73.18%, ઝારખંડની ગાંડેય વિધાનસભા બેઠક પર 68.92% અને લખનૌ પૂર્વ બેઠક પર 52.48% મતદાન થયું હતું. જમ્મુ-કાશ્મીરની બારામુલ્લા લોકસભા બેઠક પર અત્યાર સુધીનું સૌથી વધુ મતદાન થયું છે. અહીં 59.10 ટકા લોકોએ મતદાન કર્યું હતું.
અનેક મંત્રીઓનું ભાવિ પણ EVMમાં કેદ
લોકસભા ચૂંટણીના પાંચમાં તબક્કામાં અનેક મંત્રીઓનું ભાવિ પણ ઈવીએમમાં કેદ થઇ ગયું છે. આ તબક્કામાં રક્ષામંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, રાહુલ ગાંધી, કૌશલ કિશોર, સાધ્વી નિરંજન જ્યોતિ, ભાનુ પ્રતાપ વર્મા અને યોગી સરકારના મંત્રી દિનેશ સિંહ, પીયૂષ ગોયલ (મુંબઈ ઉત્તર, મહારાષ્ટ્ર), શાંતનુ ઠાકુર (બોનગાંવ, પશ્ચિમ બંગાળ), ચિરાગ પાસવાન (હાજીપુર, બિહાર), શિવસેનાના શ્રીકાંત શિંદે (કલ્યાણ, મહારાષ્ટ્ર), ભાજપના રાજીવ પ્રતાપ રૂડી અને આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદની પુત્રી રોહિણી આચાર્ય (સરન, બિહાર) પણ મેદાનમાં છે.
114 બેઠકો પર મતદાન થવાનું બાકી
ચોથા તબક્કા સુધી 543 લોકસભા બેઠકોમાંથી 380 સીટો પર મતદાન થયું હતું. આજની બેઠકો સહિત કુલ 429 બેઠકો પર મતદાન પૂર્ણ થયું છે. બાકીના બે તબક્કામાં 114 બેઠકો પર મતદાન થવાનું બાકી છે.
આ પણ વાંચો: 4th Phase Voting: સૌથી વધુ બંગાળ, સૌથી ઓછું જમ્મુ-કાશ્મીરમાં મતદાન