Election Results: ત્રણ રાજ્યોમાં ભાજપની હેટ્રીક; રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપને પૂર્ણ બહુમત સાથે જીત મેળવી. જ્યારે 09 વર્ષ બાદ તેલંગાણામાં હવે BRSએ સત્તા ગુમાવી છે અને દક્ષિણ ભારતમાં કોંગ્રેસને વધુ એક જીત મળી છે.
મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપને મોટી જીત મળી છે.જ્યારે કોંગ્રેસના હાથમાં માત્ર તેલંગાણા આવ્યું છે. નવેમ્બરમાં યોજાયેલી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ત્રણ રાજ્યોમાં જીત મેળવી લીધી છે. જેનો શ્રેય વડાપ્રધાન મોદી અને તેમની નીતિઓને જાય છે. ભાજપના તમામ દિગ્ગજ નેતાઓ વડાપ્રધાન મોદીને આ જીતના હીરો તરીકે જોઇ રહ્યા છે.
કોંગ્રેસ પહેલીવાર તેલંગાણામાં સરકાર બનાવવા જઈ રહી છે. તેલંગાણામાં કોંગ્રેસ માટે આ સફળતા એક જાદુ સમાન છે. Election Results આ પૂર્વે કોંગ્રેસને તેલંગાણામાં 2014માં 19 અને 2019માં 21 બેઠકો પર જીત મળી હતી. કોંગ્રેસે આ વખતે એક પ્રાદેશિક પક્ષને હરાવીને તેલંગાણામાં સત્તા મેળવી છે. આ જીત સાથે દક્ષિણમાં કોંગ્રેસ માટે વધુ એક દ્વાર ખુલી ગયો છે. બીજી તરફ 9 વર્ષ 182 દિવસ બાદ કલવાકુંતલા ચંદ્રશેખર રાવે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે.
જનતા જનાર્દનને નમન: વડાપ્રધાન મોદી
ત્રણ રાજ્યોમાં Election Results બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને જનતા જનાર્દનનો આભાર વ્યક્ત કર્યો. તેમણે ટ્વીટના માધ્યમથી કહ્યું,”મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢના ચૂંટણી પરિણામો દર્શાવે છે કે ભારતના લોકોને માત્ર સુશાસન અને વિકાસની રાજનીતિમાં વિશ્વાસ છે. હું આ તમામ રાજ્યોના પરિવારના સભ્યો, ખાસ કરીને માતાઓ, બહેનો, પુત્રીઓ અને અમારા યુવા મતદારોનો, ભાજપ પર તેમના પ્રેમ, વિશ્વાસ અને આશીર્વાદનો વરસાદ કરવા માટે હૃદયપૂર્વક આભાર માનું છું.”