અમદાવાદમાં Rathyatra 2024 ના રૂટ પર લોંખડી પોલીસ બંદોબસ્ત પણ કરવામાં આવ્યો છે. શહેર પોલીસ, પેરામિલિટરી ફોર્સ સહિત અલગ અલગ ટીમો રથયાત્રાના રૂટ પર તૈનાત કરાઈ છે. સાથે સીસીટીવી કેમેરા, ડ્રોન સહિત અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ પણ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત માટે કરાયો છે.
ભગવાન નગરચર્ચાએ નીકળે તે પહેલા જમાલપુરના જગન્નાથ મંદિરમાં ભક્તોની ભારે ભીડ વચ્ચે ગૃહમંત્રી અમિત શાહ પરિવાર સાથે ભગવાન જગન્નાથ મંદિરે પહોંચ્યા હતા અને ભગવાન જગન્નાથ, મોટભાઈ બલરામ અને બહેન સુભદ્રાની આરતી કરી આશીર્વાદ મેળવ્યા હતા. ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે ભગવાનની મંગળા આરતીમાં ભાગ લીધો હતો.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથની પૂજા કરી પહિંદવિધિ કરી હતી. રથયાત્રા પહેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ભગવાનની પૂજા કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભગવાનના રથને ખેંચી રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.
આજે ભગવાન જગન્નાથની 147 મી Rathyatra 2024 નિમિત્તે ભાવી ભક્તો માટે ખીચડીના પ્રસાદની તૈયારી કરવામાં આવી છે. લાખો સંતો- ભક્તો માટે સરસપુરની પોળમાં જમણવારની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
અમદાવાદમાં ભગવાન શ્રી જગન્નાથજીની 147મી રથયાત્રાને નગરચર્યા માટે પ્રસ્થાન કરાવ્યા બાદ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે CM ડેશબોર્ડની વિડિયો વોલ પર રથયાત્રાના રુટનું રિયલ ટાઈમ મોનિટરીંગ કર્યું. રથના લોકેશન, પોલીસ દ્વારા ટેકનોલોજીના ઉપયોગથી કરવામાં આવી રહેલી રથયાત્રાની સુરક્ષા અને સલામતી વ્યવસ્થાની ઝીણવટભરી જાણકારી મેળવી.
આ પણ વાંચો: Budget 2024: નિર્મલા સીતારમણ સતત 7મી વખત રજૂ કરશે બજેટ